<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

વૈભવ સૂર્યવંશીનું તોફાનઃ ૩૧ બોલમાં ૮૬ રન ઠોકી દીધા, ૯ છગ્‍ગા જોઈ ભુરિયા હાંફી ગયા

વરસાદના વિઘનવાળી મેચમાં ભારતનો ૪ વિકેટે વિજયઃ સિરીઝમાં ૨-૧થી આગળ

નવી દિલ્‍હીઃ વૈભવ સૂર્યવંશીએ ઈંગ્‍લેન્‍ડ પ્રવાસ પર સતત ત્રીજી વાર તોફાની ઈનિંગ્‍સ રમી, પણ તે સદી ફટકારી શકયો નહિ. ભારતના આ લાડકા બેટ્‍સમેને ઈંગ્‍લેન્‍ડની અંડર ૧૯ ટીમ વિરુદ્ધ ૩૧ બોલમાં ૮૬ રન ઠોકી દીધા.  આ ઈનિંગ્‍સમાં ૯ છગ્‍ગા ફટકાર્યા હતા. તેની ઈનિંગ્‍સ જોઈ અંગ્રેજ બોલર્સ હાંફી ગયા હતા, પણ ભારતીય બેટ્‍સમેન સદીથી ચૂકી ગયો હતો.

વરસાદના લીધે ૪૦-૪૦ ઓવરની મેચમાં મેજમાન ટીમે ૬ વિકેટ પર ૨૬૮ રન બનાવ્‍યા હતા. તેમના તરફથી કપ્તાન થોમસ રોએ સૌથી વધારે ૭૬ રન બનાવ્‍યા હતા. તેણે ૪૪ બોલ રમતા પોતાની ઈનિંગ્‍સમાં ૯ ચોગ્‍ગા અને ૩ છગ્‍ગા લગાવ્‍યા હતા.

ભારતીય ટીમે ૨૬૯ રનના ટાર્ગેટનો પીછો કરતા શાનદાર શરૂઆત કરી હતી. ઓપનર તથા કપ્તાન અભિજ્ઞાન કુંડૂએ (૧૨) રન બનાવી ભલે જલદી આઉટ થઈ ગયો, પણ વૈભવ સૂર્યવંશીએ ફરી એક વાર શાનદાર ઈનિંગ્‍સ રમી હતી. વૈભવે કપ્તાનના આઉટ થયા બાદ વિહાન મલ્‍હોત્રા સાથે શાનદાર ભાગીદારી કરી. આ ભાગીદારી વૈભવના આઉટ થવા સાથે તૂટી હતી. વૈભવ સૂર્યવંશી ૩૧ બોલમાં ૯ છગ્‍ગા અને ૬ ચોગ્‍ગા લગાવીને આઉટ થયો. ભારતે આ મેચ ૪ વિકેટે જીતી લીધી હતી. સિરીઝમાં ભારત ૨-૧ થી આગળ છે.

(10:13 AM IST)