તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 3rd July 2025
TNPL 2025માં આર અશ્વિનની તોફાની ઇનિંગ : 48 બોલમાં 83 રન ઝૂડી નાખ્યા :ત્રણ વિકેટ લઈને ટીમને અપાવ્યો વિજય
આર. અશ્વિને 172 ની સ્ટ્રાઈક રેટથી 11 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા:આર અશ્વિનની કેપ્ટનીમાં ડિંડીગુલ ડ્રેગન્સે 20 બોલ પહેલા જ 6 વિકેટ જીત હાંસલ કરી

TNPL 2025 માં 2 જુલાઈના રોજ ડિંડીગુલ અને ચોલાસ વચ્ચે એલિમિનેટર મેચ રમાઈ હતી. આ મેચમાં ટ્રિચી ગ્રાન્ડ ચોલાજે પહેલા બેટિંગ કરી હતી અને 20 ઓવરમાં 9 વિકેટમાં 140 રન બનાવી શક્યું હતું. તેની સામે આર અશ્વિનની કેપ્ટનીમાં ડિંડીગુલ ડ્રેગન્સે 20 બોલ પહેલા જ 6 વિકેટ જીત હાંસલ કરી હતી. જો કે આ મેચમાં આર અશ્વિને તોફાની ઈનિંગ્સ રમી હતી.
TNPL 2025 આર અશ્વિને અત્યાર સુધીની સૌથી મોટી ઈનિંગ્સ રમી હતી. તેમણે 172 ની સ્ટ્રાઈક રેટથી 11 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 48 બોલમાં 83 રન બનાવ્યા હતા. આ સાથે જ તેઓ આ સિઝનમાં સૌથી વધારે રન બનાવનાર ટોપ 5 બેટ્સમેનમાં સામેલ થયા હતા.
એટલું નહિ આર અશ્વિને તેમની 4 ઓવરમાં 28 રન આપીને 3 વિકેટ પણ લીધી હતી. આ મેચમાં જીત સાથે હવે ડિંડીગુલ ડ્રેગન્સ ક્વોલિફાયર 2 માં પહોંચી ગઈ છે. એલિમિનેટર મેચમાં જીત માટે આર અશ્વિનને પ્લેયર ઓફ ધ મેચ પણ આપવામાં આવ્યું.
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
