તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 3rd July 2025
ટેસ્ટ રેન્કીંગમાં રીષભ પંત છઠ્ઠા સ્થાને પહોંચી ગયો,જયસ્વાલ ચોથા સ્થાને
ભારતીય ટીમ ટેસ્ટ રેન્કીંગમાં ચોથા ક્રમે

નવી દિલ્હીઃ આઈસીસીએ ટેસ્ટ રેન્કિંગમાં નવા ફેરફારો જાહેર કર્યા છે. ં ઋષભ પંત યશસ્વી જયસ્વાલ હાલમાં ચોથા નંબર પર છે.
ભારતીય ટેસ્ટ ટીમના નવા કેપ્ટન શુભમન ગિલ એક સ્થાન ગુમાવ્યા બાદ ૨૧મા સ્થાને પહોંચી ગયા છે. કેએલ રાહુલ હાલમાં ૩૮મા સ્થાને છે, બેટિંગ રેન્કિંગમાં, રવિન્દ્ર જાડેજા ૩ સ્થાનના ફાયદા સાથે ૪૫મા સ્થાને પહોંચી ગયો છે.
બોલિંગની વાત કરીએ તો, ભારતના જસપ્રીત બુમરાહ વિશ્વના નંબર-૧ ટેસ્ટ બોલર રહ્યા છે. તેમના સિવાય ટોપ-૧૦માં બીજો કોઈ ભારતીય બોલર નથી. ટીમ રેન્કિંગ પર નજર કરીએ તો, ભારતીય ટીમ હાલમાં ચોથા સ્થાને છે. ઓસ્ટ્રેલિયા નંબર વન, દક્ષિણ આફ્રિકા બીજા અને ઇંગ્લેન્ડ ત્રીજા ક્રમે છે.
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
