તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 3rd July 2025
ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશનો પ્રવાસ કરશે કે નહિ? સરકારે હજુ સુધી મંજૂરી આપી નથી

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમનો આગામી બાંગ્લાદેશ પ્રવાસ ખટાઈમાં પડી ગયો છે! હજુ સુધી ભારત સરકાર તરફથી ત્યાં જવાની મંજૂરી મળી નથી. જોકે, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ એ જણાવ્યું છે કે ઓગસ્ટમાં યોજાનારી સીરીઝ માટે બીસીસીઆઈ સાથે સકારાત્મક ચર્ચા ચાલી રહી છે. ટીમ ઇન્ડિયા ૧૭ ઓગસ્ટથી ત્યાં ૩ વન-ડે અને ૩ ટી૨૦ મેચોની સીરીઝ રમવાની હતી.
રિપોર્ટ અનુસાર, બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં આયોજિત ૧૯મી બોર્ડ બેઠક પછી અમીનુલ ઇસ્લામે મીડિયાને જણાવ્યું, કે અમે બીસીસીઆઈ સાથે સકારાત્મક ચર્ચા કરી રહ્યા છીએ. સરકારી મંજૂરીની રાહ જોઈ રહ્યું છે અને જો આ સીરીઝ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં નથી થઈ શકતી, તો તેને પછીથી કયારેય આયોજિત કરી શકાય છે કે કેમ તે અંગે ચર્ચા ચાલી રહી છે.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
