તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 3rd July 2025
ગિલના 269 અને રવિન્દ્ર જાડેજાના 89 રનની મદદથી ભારતે 587 રન ખડક્યા : બીજા દિવસના અંતે ઇંગ્લેન્ડના 3/77 રન
ભારત તરફથી આકાશદીપે 2 વિકેટ અને મોહમ્મદ સિરાજે 1 વિકેટ લીધી : આકાશદીપે બે બોલમાં બે વિકેટ ઝડપી

શુભમન ગિલના 269 અને રવિન્દ્ર જાડેજાના 89 રનની મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટના બીજા દિવસે પકડ મજબૂત બનાવી લીધી છે. ભારતના 587 રનના જવાબમાં ઇંગ્લેન્ડે બીજા દિવસના અંતે 20 ઓવરમાં 3 વિકેટે 77 રન બનાવી લીધા છે. દિવસના અંતે જો રુટ 18 અને હેરી બ્રુક 30 રને રમતમાં છે. ભારત તરફથી આકાશદીપે 2 વિકેટ અને મોહમ્મદ સિરાજે 1 વિકેટ ઝડપી હતી.
ઝેક ક્રોલી 30 બોલમા 3 ફોર સાથે 19 રન બનાવી મોહમ્મજ સિરાજની ઓવરમાં કેચ આઉટ થયો. ઇંગ્લેન્ડે 25 રને ત્રીજી વિકેટ ગુમાવી. હતી
બેન ડકેટ 5 બોલમાં ખાતું ખોલાયા વિના અને ઓલી પોપ પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના આકાશદીપનો શિકાર બન્યા. ઇંગ્લેન્ડે 13 રનમાં 2 વિકેટ ગુમાવી. આકાશદીપે બે બોલમાં બે વિકેટ ઝડપી હતી .
ભારતીય ટીમ 151 ઓવરમાં 587 રનમાં ઓલઆઉટ થઇ ગઇ. મોહમ્મદ સિરાજ 23 બોલમાં 1 ફોર સાથે 8 રન બનાવી શોએબ બશીરની ઓવરમાં કેચ આઉટ થયો. ઇંગ્લેન્ડ તરફથી શોએબ બશીરે સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી .
શુભમન ગિલ 387 બોલમાં 30 ફોર અને 3 સિક્સર સાથે 269 રન બનાવી જોશ ટંગની ઓવરમાં કેચ આઉટ થયો. આકાશદીપ 6 રન બનાવી શોએબ બશીરની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 574 રને નવમી વિકેટ ગુમાવી હતી
વોશિંગ્ટન સુંદર 103 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે 42 રન બનાવી જો રુટની ઓવરમાં બોલ્ડ થયો. ભારતે 558 રને સાતમી વિકેટ ગુમાવી. હતી .
(11:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
