તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th July 2025
શુભમન ગિલના હાથની જગ્યાએ માથા પર વાગ્યો બોલ :બ્રુકના જોરદાર શોટમાં સહેજમાં બચી આંખ : જુઓ વિડીયો
ભારતીય સુકાનીને બોલ વાગતા તરત જ ફિઝિયો તેની તપાસ કરવા પહોંચ્યા હતા

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીત્યો હતો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી ગિલે બેવડી સદી ફટકારી હતી. ગિલ સિવાય યશસ્વી જયસ્વાલ અને રવિન્દ્ર જાડેજાએ પણ જોરદાર બેટિંગ કરી હતી. આ ખેલાડીઓના કારણે જ ભારતીય ટીમે પ્રથમ ઇનિંગમાં 587 રન બનાવ્યા હતા. હવે મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે, બોલ કેપ્ટન ગિલના માથા પર વાગ્યો હતો.
રવિન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડ સામેની ઇનિંગની 37મી ઓવર નાખી હતી તે સમયે સ્મિથ અને હેરી બ્રુક ક્રીઝ પર હાજર હતા. બીજા બોલ પર બ્રુકે ખૂબ જ જોરદાર સ્ટ્રોક માર્યો હતો. જે સ્લિપમાં ઉભેલા શુભમન ગિલ તરફ ગયો હતો. શોટ એટલો ફાસ્ટ હતો કે ગિલ નક્કી કરી શક્યો ના હતો જેના કારણે બોલ હાથની જગ્યાએ માથા પર વાગ્યો હતો. આ પછી તરત જ ફિઝિયો તેની તપાસ કરવા પહોંચ્યા હતા. પરંતુ તેને બોલથી ઈજા થઈ ન હતી.
રાહતની વાત એ હતી કે આ અકસ્માતમાં તેની આંખ બચી ગઈ કારણ કે બોલ તેની ડાબી આંખથી માંડ એક કે દોઢ ઇંચ દૂર હતો. જો આ બોલ ગિલની આંખમાં વાગ્યો હોત, તો અકસ્માત મોટો હોત અને તેની કારકિર્દી માટે ખતરનાક સાબિત થઈ શક્યો હોત. ગિલ ઘાયલ થતાં જ, ટીમ ઇન્ડિયાના ફિઝિયો તરત જ મેદાન પર આવ્યા અને ગિલની તપાસ કરી કે તેમને ઈજાના સંકેતો છે કે નહીં. આ તપાસમાં ગિલ ફિટ દેખાયો અને તેણે તરત જ રમવા
Brothers🫂#SonySportsNetwork #GroundTumharaJeetHamari #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings pic.twitter.com/OdClX7Cn49
— Sony Sports Network (@SonySportsNetwk) July 4, 2025
(9:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
