તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th July 2025
IND vs BAN: ભારતીય ટીમનો બાંગ્લાદેશ પ્રવાસ રદ્દ થવાની સંભાવના; પાડોશી દેશને ભારે પડશે 'બયાનબાઝી'
બાંગ્લાદેશની આંતરિક સુરક્ષા પરિસ્થિતિ અને તેના રાજકીય માહોલને કારણે ભારતીય ટીમનો આ પ્રવાસ હાલ જોખમમાં છે: ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાતની અપેક્ષા

ભારતીય ક્રિકેટ ટીમનો આગામી મહિને પ્રસ્તાવિત બાંગ્લાદેશ પ્રવાસ ટળી શકે છે. બાંગ્લાદેશને ભારત સામે કરેલી કેટલીક 'બયાનબાઝી' મોંઘી પડી હોવાનું મનાઈ રહ્યું છે. ટૂંક સમયમાં જ બંને દેશના બોર્ડ આ અંગે સત્તાવાર નિવેદન બહાર પાડી શકે છે.
પ્રવાસ રદ્દ થવાના કારણો:
• બાંગ્લાદેશમાં અસંતોષકારક સુરક્ષા સ્થિતિ: બાંગ્લાદેશમાં હાલના દિવસોમાં રાજકીય ઉથલપાથલનો માહોલ છે અને સત્તા પરિવર્તન બાદ અરાજકતા પ્રવર્તી રહી છે. આવા સંજોગોમાં ખેલાડીઓની સુરક્ષાની ગેરંટી નથી. માનવામાં આવે છે કે ભારત સરકાર આ બધા કારણોસર ટીમ ઇન્ડિયાને બાંગ્લાદેશના પ્રવાસે જવાની મંજૂરી આપશે નહીં.
• BCCI અને BCBની તૈયારી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) આગામી શ્રેણી અંગે ટૂંક સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે. એવી સંભાવના છે કે શ્રેણી સંપૂર્ણપણે રદ્દ નહીં થાય, પરંતુ બંને ક્રિકેટ બોર્ડ તેને મોકૂફ રાખવા સંમત થઈ શકે છે. BCB એ શ્રેણી માટેના મીડિયા રાઈટ્સની બિડિંગ પણ મુલતવી રાખી છે, જે દર્શાવે છે કે તેમને પ્રવાસ ટળવાનો અંદાજ છે.
પ્રસ્તાવિત શ્રેણીનું શેડ્યૂલ:
પ્રસ્તાવિત કાર્યક્રમ મુજબ, ભારતને બાંગ્લાદેશ પ્રવાસે 17 ઓગસ્ટથી ત્રણ મેચની વનડે શ્રેણી રમવાની હતી. વનડે શ્રેણી બાદ બંને દેશો વચ્ચે ત્રણ T20 મેચ પણ રમાવાની હતી.
(10:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
