તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th July 2025
ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચમાં જાડેજાએ રચ્યો ઈતિહાસ
ગિલ અને જાડેજા વચ્ચે છઠ્ઠી વિકેટ માટે ભાગીદારીઃજાડેજાએ ટેસ્ટ મેચના બીજા દિવસે ૮૯ રન ફટકાર્યા ગિલ અને જાડેજા વચ્ચે ૨૦૩ રનની ભાગીદારી થઈ

નવી દિલ્હી, તા.૪
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે એઝબેસ્ટનમાં ટેસ્ટ સિરીઝની બીજી મેચ રમાઈ રહી છે. આ મેચમાં બીજા દિવસે ભારતીય કેપ્ટન શુભમન ગિલે ૨૬૯ રનની મદદથી ઘણા રેકોર્ડ બનાવ્યા હતા. આ વચ્ચે ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ પણ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે અને તે આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ક્રિકેટર બની ગયો છે. જાડેજાએ ટેસ્ટ મેચના બીજા દિવસે શાનદાર બેટિંગ કરી હતી અને ૮૯ રન ફટકાર્યા હતા. ગિલ અને જાડેજા વચ્ચે છઠ્ઠી વિકેટ માટે ૨૦૩ રનની ભાગીદારી થઈ હતી.
પોતાની ૮૯ રનની ઈનિંગ દરમિયાન જાડેજાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ૨૦૦૦ રન પૂરા કર્યા હતા. આ સાથે જાડેજા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં ૨૦૦૦ રન અને ૧૦૦ વિકેટ લેનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે. જાડેજા WTC માં ૪૧ ટેસ્ટ મેચમાં ૨૦૧૦ રન બનાવી ચૂક્યો છે, જ્યારે બોલિંગ કરતા તેણે ૧૩૨ વિકેટ પણ લીધી છે. ૩૬ વર્ષીય રવીન્દ્ર જાડેજા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલામાં ટોપ-૧૦મા છે. તે આઠમાં નંબર પર છે. તેણે ૪૧ મેચમાં ૧૩૨ બેટરને શિકાર બનાવ્યા છે. ઉ્ઝ્ર માં સૌથી વધુ વિકેટ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનર નાથન લાયનના નામે છે. તેણે ૫૩ મેચમાં ૨૧૩ વિકેટ લીધી છે. બીજા સ્થાને ક્રમશઃ પેટ કમિન્સ (૨૧૦) અને આર અશ્વિન (૧૯૫) છે. ટોપ-૧૦મા અશ્વિન અને જાડેજા સિવાય ભારતીયોમાં સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ છે, જે ૧૬૧ વિકેટની સાથે પાંચમાં સ્થાન પર છે.
એઝબેસ્ટન ટેસ્ટની વાત કરીએ તો શુભમન ગિલના ૨૬૯ રન અને જાયસ્વાલ-જાડેજાની અડધી સદીની મદદથી ભારતે પ્રથમ ઈનિંગમાં ૫૮૭ રન ફટકાર્યા હતા. જયસ્વાલે ૮૭ તો જાડેજાએ ૮૯ રન ફટકાર્યા હતા.
(10:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
