તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 6th July 2025
T20 વર્લ્ડ કપ 2026નું શેડ્યૂલ જાહેર: કુલ 12 ટીમો રમશે : : જાણો કઈ તારીખે ભારત-પાકિસ્તાન વચ્ચે થશે મુકાબલો
ટુર્નામેન્ટનો પહેલો મેચ 12 જૂને યજમાન ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાશે. ઇંગ્લેન્ડ 12 જૂનથી 5 જુલાઈ સુધી રમાનારી વર્લ્ડ કપની યજમાની કરશે:ફાઇનલ મેચ 5 જુલાઈના રોજ લોર્ડ્સ ગ્રાઉન્ડ પર રમાશે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ પહેલાથી જ મહિલા T20 વર્લ્ડ કપ 2026 નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરી દીધું છે. ઇંગ્લેન્ડ 12 જૂનથી 5 જુલાઈ સુધી રમાનારી વર્લ્ડ કપની યજમાની કરશે. આ ટુર્નામેન્ટમાં કુલ 12 ટીમો રમશે, જે વચ્ચે 33 મેચ રમાશે. ટુર્નામેન્ટનો પહેલો મેચ 12 જૂને યજમાન ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાશે. ભારતીય ટીમ 14 જૂને પાકિસ્તાન સામે પોતાની પહેલી મેચ રમશે.
વર્લ્ડ કપમાં ભાગ લઈ રહેલા 12 દેશોને 6-6 ટીમોના બે ગ્રુપમાં વહેંચવામાં આવ્યા છે. ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાને ગ્રુપ A માં રાખવામાં આવ્યા છે. બાકીની 2 ટીમો ગ્લોબલ ક્વોલિફાયર દ્વારા ગ્રુપ A માં સ્થાન મેળવશે. ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડીઝને ગ્રુપ B માં રાખવામાં આવ્યા છે. બાકીની બે ટીમોનો નિર્ણય ગ્લોબલ ક્વોલિફાયર દ્વારા લેવામાં આવશે.
દરેક ગ્રુપમાં ટોચની 2 ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. સેમિફાઇનલ મેચ 30 જૂન અને 2 જુલાઈના રોજ ઓવલ ગ્રાઉન્ડ પર રમાશે. ફાઇનલ મેચ 5 જુલાઈના રોજ લોર્ડ્સ ગ્રાઉન્ડ પર રમાશે.
ભારતીય ટીમ 14 જૂને પાકિસ્તાન સામેની મેચથી T20 વર્લ્ડ કપ 2026 માં પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારતીય ટીમ 17 જૂને ગ્લોબલ ક્વોલિફાયરમાંથી આવતી ટીમ સામે બીજી મેચ રમશે. તેની ત્રીજી મેચ 21 જૂને દક્ષિણ આફ્રિકા સામે અને ચોથી મેચ 24 જૂને ગ્લોબલ ક્વોલિફાયરમાંથી આવતી બીજી ટીમ સામે રમાશે. ગ્રુપ સ્ટેજમાં ભારતની છેલ્લી મેચ 28 જૂને ઓસ્ટ્રેલિયા સામે હશે
(11:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
