News of Friday, 11th July 2025
છોકરીઓનો ફેવરિટ ક્રિકેટર બન્યો વૈભવ સૂર્યવંશી
ઈંગ્લેન્ડમાં બે છોકરી ૬ કલાક ગાડી ચલાવીને મળવા પહોંચી

નવી દિલ્હીઃ માત્ર ૧૪ વર્ષના વૈભવ હાલમાં છોકરીઓ વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે. છોકરીઓની વચ્ચે ક્રિકેટર્સનો શું ક્રેઝ હોય છે. એ બતાવવાની જરૂર નથી. હવે આ લિસ્ટમાં રાઈઝિંગ સુપરસ્ટાર વૈભવ સૂર્યવંશીનું નામ પણ જોડાઈ ચુક્યું છે. પાંચ મેચની યૂથ વન ડે સિરીઝ જીત્યા બાદ હવે ૧૨ જુલાઈથી ટેસ્ટ સિરીઝની શરૂઆત થઈ રહી છે. આ અગાઉ બે યુવાન છોકરીઓ આન્યા અને રિવા વોર્સેસ્ટરથી ૬ કલાકની લાંબી યાત્રા કરીને વૈભવને મળવા પહોંચી હતી. રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઈઝીએ સોશિયલ મીડિયા પર આ તસ્વીર શેર કરી છે.
બિહારના આ લાલે ઈંગ્લેન્ડમાં પાંચ યૂથ વન ડે સિરીઝમાં કુલ ૩૫૫ રન બનાવ્યા છે. જેમાં ૧૭૪.૦૨ની ચોંકાવનારી સ્ટ્રાઈક રેટ અને ૭૧ની એવરેજથી તેણે ૩૦ ચોગ્ગા અને ૨૭ છગ્ગા પણ લગાવ્યા છે.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
