<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th July 2025

બુમરાહે તોડયો કપિલનો રેકોર્ડ

વિદેશી ધરતી ઉપર ૧૩ વખત પાંચ વિકેટો ઝડપી

નવી દિલ્‍હીઃ જસપ્રીત બુમરાહે વિદેશી ધરતી પર ટેસ્‍ટમાં સૌથીવધુ પાંચ વિકેટ હોલ લેનાર ભારતીય બોલર બની ગયો તેણે કપિલ દેવનો રેકોર્ડ તોડી નાખ્‍યો છે.

ભારતીય ટેસ્‍ટ ટીમ માટે વર્ષ ૨૦૧૮જ્રાક્રત્‍ન ટેસ્‍ટ ડેબ્‍યૂ કર્યું હતું. ત્‍યારબાદથી તે ભારતીય ટીમનો મહત્ત્વનો ખેલાડી બની ગયો છે. વિદેશી ધરતી પર તેનું પ્રદર્શન વધુ નિખરી રહ્યું છે. તેણે અત્‍યાર સુધી ટીમ ઇન્‍ડિયા માટે ૪૭ ટેસ્‍ટ મેચ રમી છે, જેમાં તેણે કુલ ૨૧૫ વિકેટ લીધી છે. આ દરમિયાન તેણે ૧૫ વાર પાંચ વિકેટ મેળવ્‍યા છે. બુમરાહના નામે વનડેમાં ૧૪૯ વિકેટ અને ટી૨૦ ઇન્‍ટરનેશનલમાં ૮૯ વિકેટ નોંધાયેલી છે.

બુમરાહે વિદેશી ધરતી પર ટેસ્‍ટમાં અત્‍યાર સુધી ૧૩ વાર પાંચ વિકેટ હોલ મેળવ્‍યો છે. જયારે કપિલ દેવે ૧૨ વાર આ કામ કરી બતાવ્‍યું હતું. હવે વિદેશી ધરતી પર ટેસ્‍ટમાં પાંચ વિકેટ હોલ લેવાના મામલે બુમરાહ તમામ ભારતીય બોલર્સની આગળ નીકળી ગયો છે અને નંબર ૧ ભારતીય બોલર બની ગયો છે.

 તેણે અત્‍યાર સુધી ટીમ ઇન્‍ડિયા માટે ૪૭ ટેસ્‍ટ મેચ રમી છે, અને  કુલ ૨૧૫ વિકેટ લીધી છે. આ  વખત પાંચ વિકેટ મેળવી  છે. બુમરાહેવનડેમાં ૧૪૯ વિકેટ અને ટી૨૦ ઇન્‍ટરનેશનલમાં ૮૯ વિકેટ લીધી છે

(3:36 PM IST)