તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th July 2025
એશિયા કપ રમાશે કે નહિં ૨૪ જુલાઈએ નિર્ણય!: ભારત-શ્રીલંકા આ બેઠકમાં ભાગ નહિ લ્યે
ભારત અને બાંગ્લાદેશના રાજકોય સંબંધો હાલ સારા નથી

નવી દિલ્હીઃ સપ્ટેમ્બરમાં યોજાનારા એશિયા કપ ૨૦૨૫ ના આયોજન પર સંકટના વાદળો છવાયા છે. ભારત અને શ્રીલંકાના એક મોટા નિર્ણયથી આ મોટી ટૂર્નામેન્ટ રદ થવાની શકયતાઓ સેવાઈ રહી છે.
૨૪ જુલાઈના રોજ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એશિયન ક્રિકેટ કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. પરંતુ, બસીસીઆઈ અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડે આ બેઠકમાં ભાગ ન લેવાનો મોટો નિર્ણય કર્યો છે. ટૂર્નામેન્ટ શરૂ થવામાં બે મહિનાથી પણ ઓછો સમય બાકી છે, ત્યારે ટેલિકોમ એશિયા સ્પોર્ટના એક રિપોર્ટે ક્રિકેટ જગતમાં હડકંપ મચાવી દીધો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ૨૪ જુલાઈએ ઢાકામાં યોજાનારી એસીસીની બેઠકમાં ભારત અને શ્રીલંકાએ સામેલ થવાનો ઇનકાર કર્યો છે.
રિપોર્ટ અનુસાર, ભારત અને બાંગ્લાદેશના રાજકીય સંબંધો હાલ સારા નથી. ટીમ ઇન્ડિયાનો બાંગ્લાદેશ -વાસ પણ રદ થઈ ગયો છે. જોકે, ઓગસ્ટમાં નિર્ધારિત આ શ્રેણી રદ કરવાનું કારણ બીસીસીઆઈએ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ સંબંધિત વ્યસ્તતાઓને જણાવ્યું હતું, પરંતુ બંને દેશો વચ્ચેનો તણાવ પણ તેનું એક મોટું કારણ હોઈ શકે છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, ભલે ભારત અને શ્રીલંકા સામેલ ન થાય, તેમ છતાં મીટિંગ નિર્ધારિત તારીખ ૨૪ જુલાઈએ જ યોજાશે.
એક શીર્ષ અધિકારીએ ટેલિકોમ એશિયા સ્પોર્ટ સાથે વાત કરતા જણાવ્યું કે, અમે તમામ સભ્ય દેશોને તેમની વ્યવસ્થાને અંતિમ રૂપ આપવા માટે ૧૫ દિવસનો સમય આપ્યો છે. જો કોઈ સભ્ય વ્યક્તિગત રીતે હાજર રહેવા માંગતા ન હોય, તો તેઓ ઓનલાઈન રીતે સામેલ થઈ શકે છે.
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
