<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th July 2025

વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ”માં સી.આઈ.એસ.એફ.ના રમતવીરોએ ૬૪ મેડલ મેળવતા ડિરેક્ટર જનરલ આર.એસ.ભટ્ટીએ પાઠવ્યા અભિવાદન

ઉંચી કુદ, હેમર થ્રો, એથ્લેટીકસ, હાફ મેરેથોન, કુસ્તી વગેરે સ્પર્ધામાં સી.આઈ.એસ.એફ. ટીમે મારી બાજી: વિશ્વના ૭૦ દેશોના દસ હજાર ખેલાડીઓએ લીધો ભાગ: ભારત ૫૬૦ મેડલ જીતીને ત્રીજા સ્થાને રહ્યું

રાજકોટઃ  સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF)ના ડાયરેક્ટર જનરલ શ્રી આર.એસ.ભટ્ટીએ “વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ ૨૦૨૫”માં સી.આઈ.એસ.એફ.એ ૬૪ મેડલ જીતી ભારતને ગૌરવ અપાવતા સ્પર્ધાના વિજેતાઓ અને સ્પર્ધામાં ભાગ લેનારને અભિવાદન પાઠવ્યા હતા. બર્મિંગહામ ખાતે યોજાયેલ આ સ્પર્ધામાં વિશ્વના ૭૦થી વધુ દેશોના દસ હજારથી વધુ ખેલાડીઓએ તેમાં ભાગ લીધો હતો. આ આંતરરાષ્ટ્રીય રમત સ્પર્ધામાં વિવિધ દેશોના પોલીસ અને ફાયર સર્વિસના કર્મચારીઓ વિવિધ રમતોમાં ભાગ લે છે.

(12:11 PM IST)