તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th July 2025
પ્રથમ ઈનિંગમાં ૮૦ થી ૧૦૦ રનની લીડ મળી હોત તો આજે પરિણામ કંઈક જુદુ જ હોત, અમને અમારી મહેનત પર ગર્વ
છેલ્લા સેશનમાં છેલ્લી વિકેટે ખૂબ લડત આપી, રીષભની ઈજા ગંભીર નથીઃ ગિલ

નવી દિલ્હીઃ શુભમન ગિલના નેતળત્વ હેઠળની ભારતીય ટીમ ઈંગ્લેન્ડ પ્રવાસ પર શાનદાર રમી રહી છે. પરંતુ અત્યાર સુધી રમાયેલી ૩ મેચમાં ટીમ ઈન્ડિયા ૨ મેચ હારી ગઈ છે અને ૧ મેચ જીતી છે.
હાર બાદ કેપ્ટન શુભમન ગિલે મેચ પછીના પ્રેઝન્ટેશનમાં ભાગ લીધો હતો. જ્યાં તેને હારનું વાસ્તવિક કારણ પણ જણાવ્યું હતું.
કેપ્ટન શુભમન ગિલે કહ્યું કે તે ખૂબ ગર્વ અનુભવે છે. પાંચ દિવસ સખત મહેનત કર્યા પછી મને છેલ્લા સેશનમાં છેલ્લી વિકેટ અને અમારી મહેનત પર ખૂબ ગર્વ છે. હું ટાર્ગેટનો પીછો કરવા માટે ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવતો હતો. ઘણી બેટિંગ બાકી હતી, તેથી હું ખૂબ આત્મવિશ્વાસ ધરાવતો હતો, પરંતુ જે રીતે ઈંગ્લેન્ડ સતત આક્રમણ કરી રહ્યું હતું, અમે અમારા ટોપ ઓર્ડરમાં કદાચ ૫૦ રનની પાર્ટનરશીપ બનાવવા માગતા હતા, અમે તે કરી શકયા નહીં અને તેઓ અમારા કરતા વધુ સારી રીતે રમ્યા.
એક સમયે અમને લાગ્યું કે જો આપણે ૮૦-૧૦૦ રનની લીડ લઈએ તો તે આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે, કારણ કે અમને ખબર હતી કે આ વિકેટ પર પાંચમા દિવસે ૧૫૦-૨૦૦ રનનો પીછો કરવો એટલો સરળ નહીં હોય, તેથી અમે વિચારી રહ્યા હતા કે જો આપણે ૮૦ રનની લીડ લઈએ તો આપણે સારી સ્થિતિમાં હોઈશું.
રીષભ પંત વિશે શુભમન ગિલએ કહ્યું તેની ઈજા ગંભીર નથી. રિષભ સ્કેન માટે ગયો હતો પણ મોટી ઈજા નથી તે આગામી ટેસ્ટ માટે ફીટ હશે.
(2:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
