તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th July 2025
લોડર્સ ટેસ્ટમાં હાર બાદ WTC રેન્કીંગમાં ભારતને ફાકોઃ ચોથા સ્થાને સરકી ગયું
ઓસ્ટ્રેલીયા પ્રથમ, ઈંગ્લેન્ડ બીજા અને શ્રીલંકા ત્રીજા સ્થાને

નવી દિલ્હીઃ લોર્ડ્સ ટેસ્ટમાં હાર બાદ, ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ૨૦૨૫-૨૭ના પોઈન્ટ ટેબલમાં પણ નુકસાન થયું છે. બીજી તરફ ઈંગ્લેન્ડને એક રેંકનો ફાયદો થયો છે.
ત્રીજી મેચમાં મળેલી હાર બાદ, ટીમ ઈન્ડિયા હવે શ્રેણીમાં પાછળ છે, જ્યારે ભારતીય ટીમ WTC ૨૦૨૫-૨૭ ના પોઈન્ટ ટેબલમાં પણ એક સ્થાન પાછળ ખસી છે. લોર્ડ્સમાં મળેલી હાર બાદ, ભારતીય ટીમ હવે WTC ૨૦૨૫-૨૭ના પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને સરકી ગઈ છે, જ્યારે શ્રીલંકાની ટીમ ત્રીજા સ્થાને આવી ગઈ છે. આ પહેલા, ટીમ ઈન્ડિયા એજબેસ્ટન ટેસ્ટ જીતીને ત્રીજા સ્થાને પહોંચી ગઈ હતી. બીજી તરફ ઈંગ્લેન્ડની ટીમ હવે બીજા સ્થાને પહોંચી ગઈ છે. આ ઉપરાંત, ઓસ્ટ્રેલિયન ટીમ હજુ પણ પ્રથમ સ્થાને છે.
(2:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
