તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th July 2025
જાડેજાની લડાયક અણનમ ઈનિંગઃ સિરાજના બેડલક
અંગ્રેજોએ ભારતીય બેટરો ઉપર અતિશય સ્લેજીંગ કર્યુઃ આઈસીસી પગલા લેશે? બુમરાહે પણ જાડેજાનો ખૂબ સાથ આપ્યોઃ હવે ૨૩ જુલાઈથી ચોથો ટેસ્ટ મેચ રમાશે

નવી દિલ્હીઃ ઐતિહાસિક લોડર્સ મેદાન પર રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને ૨૨ રનથી હારનો સામનો કરવો પડયો હતો. ૧૯૩ રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ટીમ ઈન્ડિયા ફક્ત ૧૭૦ રન જ બનાવી શકી હતી. આ હાર સાથે, ઈંગ્લેન્ડે ૫ ટેસ્ટ મેચની અન્ડરન્સન-તેંડુલકર ટ્રોફીમાં ૨-૧ની લીડ મેળવી લીધી છે. ભારતના હારનું સૌથી મોટું કારણ બેટ્સમેનોનું ખરાબ પ્રદર્શન હતું ખાસ કરીને ટોપ ઓર્ડર બીજી ઈનિંગમાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયો પાંચ કારણો ટીમ ઈન્ડિયાની હાર માટે જવાબદાર રહ્યા.
લીડ્સ અને ર્બમિંગહામ ટેસ્ટમાં શાનદાર બેટિંગ કરનાર શુભમન અને યશસ્વી આ વખતે બંને ઇનિંગમાં ફક્ત ૩૯ રન જ બનાવી શકયા. પ્રથમ બે ટેસ્ટમાં એક પણ અડધી સદી ન ફટકારી શકયો તે કરુણ નાયર આ ટેસ્ટમાં ૪૦ અને ૧૬ રન બનાવીને આઉટ થઈ ગયો. આવી સ્થિતિમાં બધી આશા રાહુલ, પંત અને જાડેજા પર રહી ગઈ. રાહુલે ૧૦૦ અને ૩૯ રન બનાવ્યા અને જાડેજાએ ૭૨ અને ૬૧રન બનાવ્યા, પરંતુ તેમને કોઈ બેટ્સમેનનો સાથ મળ્યો નહીં.
ભારતનો પ્રથમ ઇનિંગમાં સ્કોર ૩૭૬/૬ હતો પરંતુ પછીની ૪ વિકેટ માત્ર ૧૧ રનમાં પડી ગઈ. બીજી ઇનિંગમાં ટીમ ૧૯૩ રનના સરળ લક્ષ્યનો પીછો કરી રહી હતી, પરંતુ પ્રથમ દિવસનો અંત ૫૮/૪ પર થયો. પાંચમા દિવસે, પ્રથમ સત્રમાં માત્ર ૨૪ રનમાં ત્રણ વિકેટ પડી ગઈ. ૧૧૨ રનમાં ૮ વિકેટ ગુમાવ્યા બાદ ભારતનો પરાજય નિヘતિ હતો. ૪ વર્ષ પછી ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરનારા જોફ્રા આર્ચરે ભારત માટે મોટી સમસ્યાઓ ઉભી કરી. પ્રથમ ઇનિંગમાં તેણે પહેલા જ બોલે યશસ્વીને આઉટ કર્યા. બીજી ઇનિંગમાં તેણે યશસ્વી, પંત અને સુંદરને આઉટ કર્યા. આર્ચરે ડાબા હાથના બેટ્સમેન માટે મુશ્કેલી ઉભી કરી. તેણે આ મેચમાં કુલ ૫ વિકેટ લીધી અને આヘર્યજનક વાત એ હતી કે તે બધી વિકેટ ડાબા હાથના બેટ્સમેનોની હતી.
મેચ દરમિયાન લોર્ડ્સની પિચ મુશ્કેલ બનતી ગઈ. પહેલા દિવસે, જ્યાં ૨૫૧ રન બન્યા અને ૪ વિકેટ પડી (દરેક ૬૩ રન માટે એક વિકેટ), પાંચમા દિવસે, પહેલા સત્રમાં ૫૪ રનમાં ૪ વિકેટ પડી, એટલે કે દરેક ૧૪ રન માટે એક વિકેટ. તેથી, ટોસ જીતીને પહેલા બેટિંગ કરવી ઇંગ્લેન્ડ માટે ફાયદાકારક સાબિત થઈ.
એક સમયે, ટીમ ઇન્ડિયાનો સ્કોર ૧૧૨-૮ હતો. આ પછી, બુમરાહ અને જાડેજા વચ્ચે અદ્ભુત ભાગીદારી થઈ. બુમરાહએ જાડેજાને સંપૂર્ણ ટેકો આપ્યો. બુમરાહએ ૫૪ બોલ રમ્યા અને ફક્ત ૫ રન બનાવ્યા. જ્યારે બુમરાહની વિકેટ ૧૪૭ રન પર પડી, ત્યારે સિરાજે તેની ભૂમિકા ભજવી. સિરાજે પણ ૩૦ બોલ રમ્યા. પરંતુ અંતે સિરાજનું ખરાબ નસીબ તેના પર હાવી થયું અને બોલ તેના પગને વાગ્યા પછી સ્ટમ્પ પર વાગ્યો.
(2:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
