<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

૨૦૨૮માં યોજાનાર ઓલિમ્‍પિકમાં ક્રિકેટ શેડયુલ જાહેરઃ બન્ને વર્ગોમાં કુલ ૬-૬ ટીમ ભાગ લેશે ટી૨૦ ફોર્મેટમાં રમાશે મેચ

શેડયૂલ મુજબ, ૧૪ અને ૨૧ જુલાઈએ કોઈ મેચ નહીં હોય, જ્‍યારે મોટાભાગના દિવસોમાં ડબલ હેડર રમાશે

નવી દિલ્‍હીઃઓલિમ્‍પિકમાં હવે ક્રિકેટની વાપસી નિヘતિ થઈ ગઈ છે અને તેનો શેડ્‍યૂલ પણ જાહેર થઈ ચૂકયા છે. અમેરિકાના લોસ એન્‍જેલિસ શહેરમાં વર્ષ ૨૦૨૮માં યોજાનાર ઓલિમ્‍પિક મેચમાં ક્રિકેટની મેચ પણ પોમોના શહેરના ફેયર ગ્રાઉન્‍ડ્‍સ સ્‍ટેડિયમમાં રમાશે, જે લોસ એન્‍જેલિસથી લગભગ ૫૦ કિલોમીટર દૂર આવેલ છે. આ મેચ ૧૨ જુલાઈથી શરૂ થશે, જ્‍યારે મેડલ મેચો ૨૦ અને ૨૯ જુલાઈએ રમાશે.

પુરુષ અને મહિલાઓ બંને વર્ગોમાં કુલ ૬-૬ ટીમ ભાગ લેશે અને ટી૨૦ ના આ ફોર્મેટમાં આ ઓલિમ્‍પિકમાં કુલ ૧૮૦ ખેલાડીઓ ભાગ લેશે. ક્રિકેટનો સમાવેશ આની પહેલા માત્ર એક વાર પેરિસ ઓલિમ્‍પિકમાં કરવામાં આવ્‍યો હતો. આયોજકો દ્વારા જાહેર કરાયેલા શેડ્‍યૂલ મુજબ, ૧૪ અને ૨૧ જુલાઈએ કોઈ મેચ નહીં હોય, જ્‍યારે મોટાભાગના દિવસોમાં ડબલ હેડર રમાશે.

વર્ષ ૧૯૦૦માં પેરિસ ઓલિમ્‍પિકમાં ક્રિકેટ માત્ર એક વાર રમાઈ હતી, જ્‍યાં બને ટીમ- ગ્રેટ બ્રિટેન અને ફ્રાંસે બે દિવસીય મેચ રમી હતી. આ મેચમાં ગ્રેટ બ્રિટેને ગોલ્‍ડ જીત્‍યો હતો. પુરુષો અને મહિલાઓના વર્ગમાં કુલ ૯૦-૯૦ ખેલાડીઓના ક્‍વોટા આપવામાં આવ્‍યા છે, જેથી બધી ૧૨ ટીમો ૧૫-૧૫ સભ્‍યોની ટીમ જાહેર કરી શકે.

(11:08 AM IST)