તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 16th July 2025
ઈન્ડિયન ગોલ્ફ પ્રીમિયર લીગમાં યુવરાજની એન્ટ્રીઃ સહમાલીક અને બ્રાન્ડ એમ્બેસેડર જાહેર
આ ફોર્મેટમાં પુરૂષ-મહિલા ખેલાડીઓ એકસાથે રમશે, ૬ ટીમો વચ્ચે થશે ટક્કર

નવી દિલ્હીઃ આઈપીએલની જેમ હવે તમે ગોલ્ફમાં પણ લીગ મેચોનો આનંદ માણી શકશો. જાણીતા ક્રિકેટર યુવરાજ સિંહ પણ આ ઇન્ડિયન ગોલ્ફ પ્રીમિયર લીગ (IGPL)માં જોવા મળશે. યુવરાજ સિંહ IGPLના સહ માલિક અને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ શહેર આધારિત ફ્રેન્ચાઇઝી લીગમાં પ્રથમ વર્ષમાં ખિતાબ માટે ૬ ટીમો દાવો રજૂ કરશે. આ લીગમાં શિવ કપૂર, ગગનજીત ભુલ્લર, ગૌરવ ઘઈ, જ્યોતિ રંધાવા, જીવ મિલ્ખા સિંહ અને SSP ચૌરસિયા જેવા ભારતીય દિગ્ગજ ગોલ્ફર સામેલ થશે.
આયોજકોએ જણાવ્યું કે ત્ઞ્ભ્ન્ના અનોખા ફોર્મેટ હેઠળ પુરુષ અને મહિલા ખેલાડીઓ એકસાથે રમશે. આ લીગ આગામી વર્ષ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં રમાશે અને ૪ અઠવાડિયા સુધી ચાલશે. લીગના આયોજક ભારત ગોલ્ફ પ્રાઇવેટ લિમિટેડના પ્રમુખ માનવ જૈનીએ કહ્યું, આ લીગ ૪ અઠવાડિયા સુધી ચાલનારી એક શાનદાર ગોલ્ફ ટુર્નામેન્ટ હશે જે ફ્રેન્ચાઇઝી ફોર્મેટ પર આધારિત હશે. પ્રથમ વર્ષમાં અમે ૬ ફ્રેન્ચાઇઝી સાથે શરૂઆત કરી રહ્યા છીએ.
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
