તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 16th July 2025
વિરાટ અને રોહિતનો ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતિ લેવાનો પોતાનો જ હતો, બન્ને ઉપર કોઈ દબાણ ન હતું
બન્ને હંમેશા ભારતીય ક્રિકેટના ‘લેજન્ડરી બેટસમેન' તરીકે યાદ રહેશેઃ રાજીવ શુકલા

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટના બે સૌથી મોટા નામ વિરાટ કોહલી અને રોહિત શર્માએ અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવળત્તિ લઇ આખા ક્રિકેટ જગતને ચોંકાવી દીધા હતા. બધાને આશા હતી કે, બંને દિગ્ગજ ખેલાડી ઈંગ્લેંડ ટુર પર છેલ્લી વખત ભારત માટે સફેદ જર્સીમાં ઉતરશે અને ૨૦૦૭ બાદ પહેલી વખત ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ જીતવાની કોશિશ કરશે, પરંતુ એ પહેલા જ બંનેએ પોતાના સૌથી લાંબા ફોર્મેટમાંથી અલગ કરી લીધા. ત્યારબાદથી બીસીસીઆઈ પર ગંભીર સવાલ ઉભા થયા હતા. આ બંને ખેલાડીઓના અચાનક વિદાય અંગે સોશિયલ મીડિયા પર વિવિધ અટકળો ચાલી રહી હતી. શું કોચ ગૌતમ ગંભીર, મુખ્ય પસંદગીકાર અજિત અગરકર કે બીસીસીઆઈ એ પોતે આ ખેલાડીઓ પર દબાણ કર્યું હતું? આ અંગે બીસીસીઆઈના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ લંડનમાં એએનઆઈ સાથે વાત કરતા આ અહેવાલોને સ્પષ્ટપણે નકારી કાઢયા હતા. રાજીવ શુક્લાએ કહ્યું હું સ્પષ્ટ કરવા માંગુ છું કે વિરાટ કોહલી અને રોહિત શર્માએ પોતે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવળત્તિ લેવાનો નિર્ણય લીધો છે. બીસીસીઆઈની નીતિ છે કે અમે કોઈપણ ખેલાડીને નિવળત્તિ લેવા દબાણ કરતા નથી. તે તેમનો વ્યક્તિગત નિર્ણય હતો. બંને મહાન ખેલાડીઓ છે અને હજુ પણ વન-ડે ફોર્મેટ માટે ઉપલબ્ધ રહેશે. બંનેને હંમેશા ભારતીય ક્રિકેટના લેજન્ડરી બેટ્સમેન તરીકે યાદ કરવામાં આવશે.
(3:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
