<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

ઇંગ્લૅન્ડની ટીમને લાગ્યો ઝટકો : ICCએ ફટકાર્યો દંડ WTC પૉઇન્ટ ટેબલમાં ત્રીજા નંબરે પટકાઈ

આઈસીસી (ICC)એ ઈંગ્લેન્ડના ૨ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ કાપ્યા અને સાથે જ મેચ ફીના ૧૦ટકા નો દંડ પણ ફટકાર્યો

ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ચાલી રહેલી ધી ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફીની લોર્ડ્સમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લૅન્ડના ૧૯૩ રનના ટાર્ગેટ સામે ૧૭૦ રને ઑલઆઉટ થઈ ભારત બાવીસ રને હાર્યું હતું. લોર્ડ્સ ટેસ્ટ જીત્યા બાદ ઇંગ્લૅન્ડની ટેસ્ટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદએ કાર્યવાહી કરી અને ઇંગ્લૅન્ડ સામે મોટી કાર્યવાહી કરી. આઈસીસી (ICC)એ ઈંગ્લેન્ડના ૨ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ કાપ્યા છે અને સાથે જ મેચ ફીના ૧૦ટકા નો દંડ પણ ફટકાર્યો છે.

લોર્ડ્સમાં ભારત સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ધીમા ઓવર રેટ બદલ આઇસીસીએ (ICC)એ ઇંગ્લૅન્ડ સામે કાર્યવાહી કરી છે. ઇંગ્લૅન્ડને ICCએ મેચ ફીના ૧૦ટકા દંડ ફટકાર્યો છે. ICC આચાર સંહિતાના કલમ 2.22 મુજબ, પ્રતિ ઓવર ફેંકવા પર ૫ટકા દંડ નક્કી કરવામાં આવ્યો છે. ખેલાડીઓને તેમની મેચ ફીના ૧૦ટકા દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

 

ઇંગ્લૅન્ડના કેપ્ટન બેન સ્ટોક્સએ વિરોધ કર્યા વિના દંડ સ્વીકારી લીધો, જેના કારણે ઔપચારિક સુનાવણીની જરૂર રહી નહીં. નોંધનીય છે કે, લોર્ડ્સમાં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ માં સ્લો ઓવર રેટ બહુ ચર્ચિત મુદ્દો રહ્યો હતો.

દંડરુપે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) પોઈન્ટ ટેબલમાં બે પોઈન્ટ કાપવામાં આવ્યા છે. આ ઘટાડા પછી, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં ઇંગ્લૅન્ડના પોઈન્ટ ૨૪ થી ઘટીને ૨૨ થઈ ગયા છે. પરિણામે, તેમની પોઈન્ટ ટકાવારી એટલે કે PCT ૬૬.૬૭ટકા થી ઘટીને ૬૧.૧૧ટકા થઈ ગઈ છે. આ ફેરફારની WTC સ્ટેન્ડિંગ પર અસર પડી છે, જ્યાં ઇંગ્લૅન્ડ બીજા સ્થાનેથી ત્રીજા સ્થાને સરકી ગયું છે અને શ્રીલંકા બીજા સ્થાને આવી ગયું છે.

અમીરાત ICC એલિટ પેનલ ઓફ મેચ રેફરીના રિચી રિચાર્ડસન એ દંડની પુષ્ટિ કરી. આ આરોપો ઓન-ફિલ્ડ અમ્પાયર પોલ રીફેલ અને શરાફુદ્દુલ્લાહ ઇબ્ને શાહિદ સૈકત દ્વારા લગાવવામાં આવ્યા હતા. આ આરોપોને થર્ડ અમ્પાયર અહસાન રઝા અને ફોર્થ અમ્પાયર ગ્રેહામ લોયડ એ પણ સમર્થન આપ્યું હતું.

લોર્ડ્સ ટેસ્ટમાં નાટક પછી, ઇંગ્લૅન્ડે રોમાંચક વિજય મેળવ્યો. પાંચમા દિવસે ઇંગ્લૅન્ડ ભારતને ૨૨ રનથી હરાવ્યું. આ સાથે, ઇંગ્લેન્ડે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં ૨-૧ની લીડ મેળવી લીધી છે. ટેસ્ટ સિરીઝની ચોથી મેચ ૨૩ જુલાઈથી માન્ચેસ્ટરમાં રમાશે.

(7:50 PM IST)