<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th July 2025

ટેસ્‍ટ અને ટી૨૦ ક્રિકેટમાંથી સન્‍યાસ છતાં ICC રેન્‍કિંગમાં વિરાટ કોહલી નંબર ૧

ત્રણેય ફોર્મેટ ૯૦૦ થી વધુ પોઇન્‍ટ હાંસલ કરનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્‍યો

 

 

નવી દિલ્‍હીઃ વિરાટ બધા ફોર્મેટમાં ક્રિકેટ રમતી વખતે નંબર વન બેટ્‍સમેન રહ્યો છે. અહેવાલ મુજબ વિરાટ કોહલી આઇસીસી રેન્‍કિંગના ત્રણેય ફોર્મેટમાં ૯૦૦ થી વધુ પોઈન્‍ટ હાંસલ કરનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્‍યો છે. આઇસીસી  એ રેન્‍કિંગ સિસ્‍ટમ અપડેટ કરી છે. આ નવી સિસ્‍ટમને કારણે, વિરાટે તે સ્‍થાન પ્રાપ્‍ત કર્યું છે જે આજ સુધી વિશ્વનો કોઈ ખેલાડી પ્રાપ્‍ત કરી શક્‍યો નથી.

વિરાટ કોહલીને ટી૨૦ માં શ્રેષ્ઠ ૮૯૭ રેટિંગ મળ્‍યું છે. વિરાટને ૨૦૧૪ માં આ પોઈન્‍ટ મળ્‍યા હતા. ટી૨૦ રેન્‍કિંગ સિસ્‍ટમના અપડેટ પછી, આ પોઈન્‍ટ ૮૯૭ ને બદલે ૯૦૯ છે. આ કારણે વિરાટે ટી૨૦ ફોર્મેટમાં પણ ૯૦૦ થી વધુ પોઈન્‍ટ હાંસલ કર્યા છે. વિરાટે ૨૦૧૮ માં જ ટેસ્‍ટમાં ૯૩૭ અને વનડેં ૯૦૯ રેટિંગ પોઈન્‍ટના શ્રેષ્ઠ રેટિંગ પોઈન્‍ટ હાંસલ કર્યા છે. નવી ટી૨૦ રેટિંગ સિસ્‍ટમ પછી વિરાટના ખાતામાં એક નવો રેકોર્ડ ઉમેરાયો છે.

કોહલી આ ફોર્મેટમાં સતત ૧૨૦૨ દિવસ સુધી નંબર વન રહ્યો. ૯૦૯ પોઈન્‍ટ પ્રાપ્ત કર્યા પછી વિરાટ ટી ૨૦ માં શ્રેષ્ઠ રેટિંગ પ્રાપ્ત કરનાર ત્રીજો ખેલાડી બન્‍યો છે. ઈંગ્‍લેન્‍ડનો ડેવિડ માલન ૯૧૯ પોઈન્‍ટ સાથે નંબર વન પર છે અને સૂર્યકુમાર યાદવ ૯૧૨ પોઈન્‍ટ સાથે ત્રીજા નંબર પર છે.

(11:37 AM IST)