<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th July 2025

રેકોર્ડ બુકમાં નોંધાયું વૈભવ સૂર્યવંશીનું નામ, ઇંગ્‍લેન્‍ડમાં તૂટયો ૩૪ વર્ષ જૂનો રેકોર્ડ, બન્‍યાં ૧૪૯૭ રન

ઇન્‍ડિયા અંડર ૧૯ અને ઇંગ્‍લેન્‍ડ અંડર ૧૯ વચ્‍ચે રમાયેલી પહેલી ૪ દિવસીય ટેસ્‍ટ મેચ ડ્રો રહીઃ આ ટેસ્‍ટમાં રનનો એવો વરસાદ થયો કે ૩૪ વર્ષ જૂનો વર્લ્‍ડ રેકોર્ડ તૂટી ગયો

નવી દિલ્‍હીઃ વૈભવ સૂર્યવંશી પહેલી વાર ઇંગ્‍લેન્‍ડમાં યૂથ ટેસ્‍ટ સિરીઝ રમી રહ્યો છે. ઇન્‍ડિયા અંડર ૧૯ અને ઇંગ્‍લેન્‍ડ અંડર ૧૯ વચ્‍ચે રમાયેલી પહેલી ૪ દિવસીય ટેસ્‍ટ મેચ ડ્રો રહી. આ ટેસ્‍ટમાં રનનો એવો વરસાદ થયો કે ૩૪ વર્ષ જૂનો વર્લ્‍ડ રેકોર્ડ તૂટી ગયો. આ વર્લ્‍ડ રેકોર્ડ વૈભવના જન્‍મ પહેલા બન્‍યો હતો. પરંતુ સૂર્યવંશીનું નામ નવો વર્લ્‍ડ રેકોર્ડ બનાવનાર ટીમમાં નોંધાઈ ગયું છે. બંને ટીમોએ પહેલી ટેસ્‍ટ મેચમાં ૧૪૯૭ રન બનાવ્‍યા જે એક વર્લ્‍ડ રેકોર્ડ છે. આ પહેલા યૂથ ટેસ્‍ટ મેચમાં આટલા રન બન્‍યા નહોતા. જે રેકોર્ડ આ પહેલા બન્‍યો હતો તે વૈભવના જન્‍મથી ૨૦ વર્ષ પહેલા બન્‍યો હતો. જેના અત્‍યારે ૩૪ વર્ષ થઈ ચૂકયા છે.

ઇન્‍ડિયા અને ઇંગ્‍લેન્‍ડ વચ્‍ચે રમાઈ રહેલી અંડર ૧૯ની પહેલી યૂથ ટેસ્‍ટ મેચમાં બંને ટીમો તરફથી કુલ ૧૪૯૭ રન બન્‍યાં હતા. આ દરમિયાન બંને તરફથી ૧૫ સિક્‍સ નોંધાઈ, જે એક નવો વર્લ્‍ડ રેકોર્ડ છે. ભારતે પોતાની બંને ઇનિંગમાં મળીને ૭૪૮ રન બનાવ્‍યાં હતા જેમાં ૧૦ છગ્‍ગા સામેલ હતા. જવાબમાં ઇંગ્‍લેન્‍ડે બંને ઇનિંગમાં કુલ ૭૦૫ રન બનાવ્‍યાં જેમાં ૫ છગ્‍ગા સામેલ હતા. વૈભવ સૂર્યવંશી પહેલી ઇનિંગમાં ૧૪ રન બનાવીને આઉટ થયો હતો, જ્‍યારે બીજી ઇનિંગમાં તેણે અડધી સદી ફટકારી હતી. વૈભવે બંને ઇનિંગમાં મળીને ૭૦ રન બનાવ્‍યાં હતા. જેમાં ૧૨ ચોગ્‍ગા અને ૧ છગ્‍ગો સામેલ હતો. આ ઉપરાંત તેણે બોલિંગમાં પણ પોતાનો હાથ અજમાવ્‍યો અને બે વિકેટ પોતાના નામે કરી

(4:20 PM IST)