<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

જો તમે ફીટ હોય તો દેશ માટે બધી જ મેચ રમવી જોઈએ, ચોથા ટેસ્‍ટમાં અર્શદીપ-કુલદીપને સ્‍થાન આપો

ટેસ્‍ટ મેચ જીતવા પાંચ બોલર જરૂરી, પાર્ટટાઈમ બોલરો ન ચાલેઃ દિલીપ વેંગેસ્‍કર

નવ દિલ્‍હઃ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને સિલેકશન કમિટીના ભૂતપૂર્વ અધ્‍યક્ષ દિલીપ વેન્‍ગસકરે ઈંગ્‍લેન્‍ડ ટૂર પર આકરી ટીકા કરતા કહ્યું હતું કે ‘હું બોલરો દ્વારા ટેસ્‍ટ મેચ પસંદ કરવાનાં પક્ષમાં નથી. જો તમે ફિટ અને ઉપલબ્‍ધ હોય તો તમારે દેશ માટે બધી મેચ રમવી જોઈએ. બુમરાહ એક વિશ્‍વકક્ષાનો બોલર છે અને તે ભારત માટે મેચ જીતી શકે છે. પરંતુ એક વાર તમે પ્રવાસ પર હો તો તમારે દરેક મેચ રમવી પડશે. વ્‍યક્‍તિગત પસંદગના આધારે મેચ પસંદ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી.

ચોથા ટેસ્‍ટ માટે ભારતની પ્‍લેઈંગ-ઈવેન્‍ટમાં શું ફેરફાર થવા જોઈએ એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે ‘‘હું અર્શદીપસિંહ અને કુલદીપ યાદવને પસંદ કરીશ. બન્ને ઈંગ્‍લેન્‍ડની પરિસ્‍થિતિમાં સારી બોલંગ કરશે. સ્‍પિન -ફ્રેન્‍ડલી પિચ પર કુલદીપ યાદવ મહત્‍વપૂર્ણ બનશે. નીતશ કુમાર રેડ્ડીને આર્શદીપ માટે ટીમમાંથી પડતો મૂકી શકાય. કુલદીપ યાદવ યંગ સ્‍પિનર વોશિંગ્‍ટન સુંદર જેવા પ્‍લેયરોને પણ બદલી શકે છે. ટેસ્‍ટ-મેચ જીતવા માટે તમારે પાંચ બોલરોની જરૂર હોય છે. જો તમારા છ બેટ્‍સમેન સારો સ્‍કોર ન કરી શકે તો બોલરોએ જવાબદાર લેવ પડશે. પાર્ટ-ટાઈમ બોલરો સાથે તમે મેચ જીત શકતા નથી.

તેમણે ઓપનર્સ યશસ્‍વી જયસ્‍વાલ અને કે.એન રાહુલના પ્રદર્શનની પ્રશંસા કરી અને ત્રીજા ક્રમના બેટર કરુણ નાયરને વધુ તક આપવાન હિમાયત પણ કરી છે.

(1:58 PM IST)