<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

શુભમનમાં એક મહાન કેપ્‍ટન બનાવાના તમામ ગુણઃ ગેરી કસ્‍ટર્ન

ગિલે ધોની પાસેથી મેન-મેનેજમેન્‍ટ શીખવું જોઈએ

નવી દિલ્‍હીઃ ગેરી કર્સ્‍ટને શુભમન ગિલની કેપ્‍ટનશીપ પર પોતાનો અભિપ્રાય આપતા કહ્યું કે, હજુ તો શરૂઆત છે. મને લાગે છે કે, તેનામાં અપાર ક્ષમતા છે. કેપ્‍ટનશીપમાં તમારે ઘણી વસ્‍તુ એક સાથે રાખવી પડે છે. તે રમતમાં એક શાનદાર વિચારક છે. તે પોતે એક સારો ખેલાડી છે. પરંતુ તમારે ઘણી વસ્‍તુનું ધ્‍યાન રાખવાનું હોય છે અને મને લાગે છે કે, મેન મેનેજમેન્‍ટ પણ કોઈપણ કેપ્‍ટનની જેમ જ કામ કરશે.

ગેરીએ ભારતને ૨૮ વર્ષ પછી વનડે વર્લ્‍ડ કપ જીતાડ્‍યો હતો. ત્‍યારે ભારતીય ટીમનો કેપ્‍ટન એમએસ ધોની હતો. તેણે ધોની સાથે મળીને ઘણા વર્ષો સુધી ભારતીય ટીમ માટે કામ કર્યું છે. કર્સ્‍ટનને સલાહ આપી છે કે, ગિલ ધોની પાસેથી એક ગુણ શીખી શકે છે. ધોની એક અવિશ્વસનીય મેન-મેનેજર હતો. જો તે પોતાની નેતૃત્‍વ ક્ષમતાના આ પાસાને સંપૂર્ણ રીતે નિખારી શકે છે, તો મને લાગે છે કે, ગિલમાં એક મહાન કેપ્‍ટન બનવાના તમામ ગુણ છે.

(2:02 PM IST)