તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st July 2025
ભારત-પાકિસ્તાન સેમીફાઈનલ કે ફાઈનલમાં આમને-સામને આવે તો શું થશે?
ગઈકાલે ભારતે-પાક. સામે મેચ રમવાની ચોખ્ખી ના પાડી દેતા મેચ રદ કરી દેવામાં આવી હતી : ફાઈનલમાં બન્ને ટીમો સામસામે આવે અને ભારત રમવાની ના પાડે તો પોઈન્ટસ ટેબલમાં જે ટીમ ટોચ પર હોય તે ટીમને ચેમ્પિયન જાહેર કરવામાં આવી શકે, પરંતુ સેમીફાઈનલમાં બન્ને ટીમો ટકરાય તો શું?: આયોજકો સામે સો મણનો સવાલ

નવી દિલ્હીઃ વર્લ્ડ ચેમ્પિયનશીપ ઓફ લેજન્ડસમાં બર્મિગહામના એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગઈકાલે ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલી મેચ યોજાવાની હતી. જોકે, ઘણાં ભારતીય ખેલાડીઓએ ઈનકાર કર્યા બાદ આ મેચ રદ કરી દેવામાં આવી છે. પરંતુ હવે ટુર્નામેન્ટમાં એવું ગણિત ગોઠવાય કે આ બન્ને ટીમો સેમીફાઈનલ કે ફાઈનલમાં આમને સામને આવે તો શું થશે? તેવો એક સવાલ ઉભો થયો છે, કારણ કે જે રીતે ખેલાડીઓ દ્વારા ઈનકાર કરાયો અને તે પછી આયોજકો દ્વારા મેચ રદ કરવાનો નિર્ણય લેવાયો તેના કારણે આગાળની સ્થિતિ અંગે સવાલ ઉભો થયો છે.
ભારત-પાકિસ્તાન લીગ મેચ રદ થવાને કારણે, બંને ટીમો લીગ સ્ટેજમાં એકબીજા સામે રમશે નહીં. આયોજકોએ આ રદ થવા બદલ માફી માંગી છે અને ભારતીય ખેલાડીઓ અને ચાહકોની લાગણીઓને માન આપવાનો નિર્ણય ગણાવ્યો છે.
ભારત અને પાકિસ્તાન આ બન્ને ટીમો લીગ સ્ટેજમાં ટોપ ૪માં સ્થાન મેળવે છે અને સેમીફાઇનલ જીતીને ફાઇનલમાં પહોંચે છે, તો આયોજકોને જાટિલ પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે.
મહત્વનું છે કે, ડબલ્યુસીએલ લીગના કો-ઓનર અજય દેવગણ છે અને ફાઉન્ડર તથા સીઈઓ હર્ષિત તોમર છે. અને ડબલ્યુસીએલ માં ભાગ લેનારી ભારતીય ટીમમાં યુવરાજ સિહ, સુરેશ રૈના, રોબિન ઉથપ્પા, અંબાતી રાયડુ, સ્ટુઅર્ટ બિન્ની, વરુણ એરોન અને વિનય કુમાર સહિત અન્ય નિવૃત્ત ભારતીય ક્રિકેટરોનો પણ સમાવેશ થાય છે.
આયોજકોએ હજુ સુધી સ્પષ્ટતા કરી નથી કે સેમીફાઈનલ કે ફાઇનલમાં ભારત-પાકિસ્તાન મેચ થશે કે નહીં. જોકે, લીગ તબક્કામાં રદ થવાનું કારણ બન્ને દેશો વચ્ચેના સંબંધોની સ્થિતિને માનવામાં આવી રહી છે. તો પછી આ પરિસ્થિતિ અને સવાલ ફાઇનલ પર પણ લાગુ પડી શકે છે. જો ભારતીય ખેલાડીઓ ફાઇનલમાં રમવાનો ઇનકાર કરે છે, તો આયોજકોએ મેચ રદ કરવી પડી શકે છે અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડી શકે છે.
જો ભારત અને પાકિસ્તાન સેમીફાઈનલ કે ફાઈનલમાં આમને સામને આવે અને ભારત રમવાનો ઈનકાર કરે તો પોઈન્ટ્સ પ્રમાણે ટીમને ચેમ્પિયન જાહેર કરવામાં આવી શકે છે. અથવા તો પછી ટ્રોફી બન્ને દેશો વચ્ચે વહેંચવામાં આવી શકે છે. પરંતુ સેમીફાઈનલમાં આ સ્થિતિ ઉભી થઈ તો જટીલ પ્રશ્ન બની શકે છે.
(12:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
