<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

માન્‍ચેસ્‍ટર ટેસ્‍ટના ૪૨ કલાક પહેલા ઇંગ્‍લેન્‍ડે ટીમની જાહેરાત કરી, સ્‍પિનર લિયામ ડોસનની ૮ વર્ષ પછી વાપસી

શેઓબ બશીર ઈન્‍જર્ડ થતાં તેના સ્‍થાને ટીમમાં બીજા સ્‍પિનરનો સમાવેશ

નવી દિલ્‍હીઃ ભારત સામેની ટેસ્‍ટ શ્રેણીમાં ૨-૧થી આગળ ચાલી રહેલા યજમાન ઇંગ્‍લેન્‍ડે ચોથી ટેસ્‍ટ માટે પોતાની પ્‍લેઇંગ ઇલેવનની જાહેરાત કરી છે. આヘર્યજનક વાત એ છે કે ઇંગ્‍લેન્‍ડે ટેસ્‍ટ મેચના ૨૪ કલાક પહેલા નહીં, પરંતુ ૪૩ કલાક પહેલા પોતાના ૧૧ ખેલાડીઓના નામ જાહેર કર્યા હતા. ટેસ્‍ટ સીરીઝની ચોથી મેચ ૨૩ જુલાઈથી માન્‍ચેસ્‍ટરના ઓલ્‍ડ ટ્રેફોર્ડ સ્‍ટેડિયમ ખાતે શરૂ થવા જઈ રહી છે અને આ માટે ઇંગ્‍લેન્‍ડે પોતાના પ્‍લેઇંગ-૧૧માં ફેરફાર કર્યો છે. લગભગ ૮ વર્ષની લાંબી રાહ જોયા બાદ, સ્‍પિનર લિયામ ડોસન ટીમમાં પરત ફર્યા છે.

ડોસને પણ ૨૦૧૬ ની ભારત-ઈંગ્‍લેન્‍ડ ટેસ્‍ટ સીરીઝમાં પોતાનું ડેબ્‍યૂ કર્યું હતું પરંતુ ૩ મેચ પછી ૨૦૧૭ માં તેને પણ બહાર કરી દેવામાં આવ્‍યો હતો. આ પછી, જેમ નાયર આ ઈંગ્‍લેન્‍ડ સીરીઝમાં વાપસી કરી હતી, તેમ આ ઈંગ્‍લેન્‍ડ સ્‍પિનરને પણ બીજી તક મળી છે. ડોસને ૩ ટેસ્‍ટમાં ૭ વિકેટ લીધી છે અને માત્ર ૮૪ રન બનાવ્‍યા છે.

ઇંગ્‍લેન્‍ડનો પ્‍લેઇંગ-૧૧: બેન સ્‍ટોક્‍સ (કેપ્‍ટન), જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, જેમી સ્‍મિથ, લિયામ ડોસન, ક્રિસ વોક્‍સ, બ્રાયડન કાર્સ અને જોફ્રા આર્ચર.

(10:14 AM IST)