<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

આઈપીએલ દરમિયાન દુષ્‍કર્મ આચર્યુઃ RCBના ક્રિકેટર યશ દયાલની મુશ્‍કેલી વધી, વધુ એક યુવતીની એફઆઈઆર

યુવતીએ કહ્યું ક્રિકેટમાં કેરીયર બનાવી આપવાની લાલચ આપી હોલમાં દુષ્‍કર્મ આચર્યુ હતું

નવી દિલ્‍હીઃ અલ્લાહાબાદ હાઈકોર્ટ દ્વારા હાલમાં જ મોટી રાહત મળ્‍યા બાદ ક્રિકેટર યશ દયાલ વિરૂદ્ધ વધુ એક યુવતીએ દુષ્‍કર્મનો કેસ નોંધાવ્‍યો છે. એવામાં ક્રિકેટર પર ફરી સંકટના વાદળો ઘેરાયા છે. જયપુરના સાંગાનેર પોલીસ સ્‍ટેશનમાં આ મામલે એફઆઈઆર નોંધાઈ છે. યુવતીનો આરોપ છે કે, ક્રિકેટમાં કરિયર બનાવી આપવાની લાલચ આપી બ્‍લેકમેઈલ કરવામાં આવી હતી. તેના પર બે વર્ષ સુધી દુષ્‍કર્મ આચર્યું હતું. યુવતી ક્રિકેટ રમતી વખતે યશ દયાલના સંપર્કમાં આવી હતી.

બે વર્ષ પહેલાં જયપુરમાં પીડિતાની મુલાકાત યશ દયાલ સાથે થઈ હતી. તે સમયે તે સગીર હતી. આઈપીએલ મેચ રમવા યશ દયાલ જયપુર આવ્‍યો હતો. યુવતીએ જણાવ્‍યું હતું કે, ક્રિકેટમાં કરિયર બનાવવાની સલાહ આપવાના બહાને યશ દયાલે તેને હોટલમાં બોલાવી હતી. આઈપીએલ-૨૦૨૫માં મેચ દરમિયાન સીતાપુરા સ્‍થિત એક હોટલમાં તેના પર દુષ્‍કર્મ કર્યું હતું. આ સિવાય પહેલાં પણ તેના પર દુષ્‍કર્મ કર્યું હતું. તે સમયે તે ૧૭ વર્ષની હોવાથી પોલીસે યશ દયાલ વિરૂદ્ધ પોક્‍સો એક્‍ટ હેઠળ એફઆઈઆર નોંધી છે.

રોયલ ચેલેન્‍જર્સ બેંગ્‍લુરૂ માટે ઈન્‍ડિયન પ્રીમિયર લીગ માં રમતાં ક્રિકેટર યશ દયાલ વિરૂદ્ધ એક મહિલાએ કથિત યૌન શોષણ કરવાના આરોપસર જુલાઈમાં એફઆઈઆર નોંધાવી છે. આ એફઆઈઆર ગાઝિયાબાદના ઈન્‍દિરાપુરમ પોલીસ સ્‍ટેશનમાં નોંધાઈ હતી. યુવતીએ ક્રિકેટર પર લગ્નનું ખોટું વચન આપી આર્થિક, માનસિક અને શારીરિક શોષણ કર્યું હોવાનો આરોપ  મૂકયો હતો.

(4:19 PM IST)