News of Friday, 25th July 2025
રોહિત -વિરાટ કોહલી બાદ ભારતીય ટીમની મિડલ ઓર્ડર બેટ્સમેને અચાનક નિવૃત્તિની જાહેરાત કરી
તેમણે ટીમ ઈન્ડિયા માટે ODI અને T20 સહિત કુલ 124 મેચ રમી હતી: આ યાદગાર સફરમાં તેમને ટેકો આપનારા તમામ લોકોનો આભાર માન્યો

મુંબઈ : ભારતીય ટીમની મિડલ ઓર્ડર બેટ્સમેન વેદ કૃષ્ણમૂર્તિએ અચાનક નિવૃત્તિની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા દ્વારા નિવૃત્તિની પુષ્ટિ કરી છે. કૃષ્ણમૂર્તિ છેલ્લે 2020 માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરતી જોવા મળી હતી. તેમણે ટીમ ઈન્ડિયા માટે ODI અને T20 સહિત કુલ 124 મેચ રમી હતી. નિવૃત્તિની જાહેરાત કરતી વખતે, તેમણે આ યાદગાર સફરમાં તેમને ટેકો આપનારા તમામ લોકોનો આભાર માન્યો હતો
વેદ કૃષ્ણમૂર્તિએ ભારત માટે 48 ODI અને 76 T20 મેચ રમી છે, જેમાં તેણે અનુક્રમે 829 અને 875 રન બનાવ્યા છે. તેણીએ ODI ક્રિકેટમાં 3 વિકેટ પણ લીધી છે. તેણીએ સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ લખી હતી કે નાના શહેરથી ભારતીય જર્સી પહેરવા સુધીની તેણીની સફર ગર્વની હતી. તેણીએ કહ્યું કે તે ક્રિકેટ રમવા પર પૂર્ણવિરામ મૂકી રહી છે, પરંતુ ક્રિકેટની રમત છોડી રહી નથી.
૩૨ વર્ષીય વેદ કૃષ્ણમૂર્તિના લગ્ન કર્ણાટક તરફથી રમતા અર્જુન હોયસાલા સાથે થયા છે. તે છેલ્લે ૨૦૨૦ માં ટીમ ઈન્ડિયા તરફથી રમતી જોવા મળી હતી, જ્યાં તેણે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામે ૨૪ બોલમાં ૧૯ રન બનાવ્યા હતા. તેની છેલ્લી ODI મેચ ૨૦૧૮ માં રમાઈ હતી. કૃષ્ણમૂર્તિ શક્તિશાળી શોટ રમવા માટે જાણીતા હતા. તેમણે ગયા વર્ષે WPLમાં ગુજરાત જાયન્ટ્સ માટે અત્યાર સુધીની તેમની છેલ્લી સ્પર્ધાત્મક ક્રિકેટ મેચ રમી હતી. કોવિડ રોગચાળા દરમિયાન કૃષ્ણમૂર્તિની માતા અને બહેનનું અવસાન થતાં તેમણે પણ તેમના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
(10:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
