<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

ટૂંક સમયમાં ટેસ્ટ ક્રિકેટમાંથી બુમરાહ નિવૃત્તિ લઈ શકે છે : મોહમ્મદ કૈફ

નવી દિલ્હી: ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન મોહમ્મદ કૈફના મતે, ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચમાં પોતાનું 100 ટકા પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયા બાદ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ શકે છે.જસપ્રીત બુમરાહએ ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમતના ત્રીજા દિવસ સુધી ઇંગ્લેન્ડ સામે 28 ઓવર ફેંકી હતી, જેમાં 95 રન આપીને માત્ર એક વિકેટ લીધી હતી. શુક્રવારે રમતના છેલ્લા સત્રમાં તેણે જેમી સ્મિથની વિકેટ લીધી હતી.બુમરાહ આ સમય દરમિયાન મોટાભાગના બોલ 130-135 કિમી પ્રતિ કલાકની ઝડપે ફેંકી રહ્યો હતો, જે હેડિંગ્લી ખાતે શ્રેણીની પ્રથમ મેચ કરતા ઘણો ઓછો છે. લીડ્સ અને લોર્ડ્સ બંને ટેસ્ટ મેચમાં, 31 વર્ષીય બુમરાહ 140 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી હતી.મોહમ્મદ કૈફે ‘X’ પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં કહ્યું, “મને લાગે છે કે જસપ્રીત બુમરાહ આગામી ટેસ્ટ મેચોમાં નહીં રમે. તે નિવૃત્તિ પણ લઈ શકે છે. તે પોતાના શરીર સાથે સંઘર્ષ કરી રહ્યો છે. આ ટેસ્ટ મેચમાં તેની ગતિ ઓછી થઈ ગઈ છે. બુમરાહ એક પ્રામાણિક વ્યક્તિ છે, જો તેને લાગે કે તે દેશને પોતાનું 100 ટકા આપી શકતો નથી, તો તે પોતાને આ ફોર્મેટથી અલગ કરી લેશે. વિકેટ ન મળવી એ અલગ વાત છે, પરંતુ તેના બોલની ગતિ પણ ઘટીને 125-130 કિમી પ્રતિ કલાક થઈ ગઈ છે.”

(6:41 PM IST)