<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

એશિયા કપ -2025ને લઈને મોટી અપડેટ :જાણો 8 ટીમો વચ્ચેની ટુર્નામેન્ટ કયારે શરૂ થશે અને ક્યાં સુધી રમાશે ?

UAEમાં યોજાનારી એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ની આ ઇવેન્ટની ફાઇનલ મેચ 28 સપ્ટેમ્બર સુધી રમાશે.

મુંબઈ : એશિયા કપ 2025 ને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. 8 ટીમો વચ્ચેની આ ટુર્નામેન્ટ ક્યારે શરૂ થશે અને ક્યાં સુધી રમાશે તેની જાહેરાત કરવામાં આવી છે. UAEમાં યોજાનારી આ ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી શરૂ થશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ની આ ઇવેન્ટની ફાઇનલ મેચ 28 સપ્ટેમ્બર સુધી રમાશે.

તાજેતરમાં જ ACC ની બેઠક પણ યોજાઈ હતી. BCCI ના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ ગુરુવારે ઢાકામાં વર્ચ્યુઅલી આ બેઠકમાં હાજરી આપી હતી. અહેવાલો અનુસાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ UAE માં એશિયા કપ T20 ટુર્નામેન્ટનું આયોજન કરવા માટે તૈયાર છે. ACC ની બેઠકમાં 25 સભ્ય દેશોએ ભાગ લીધો હતો.

ICC T20 વર્લ્ડ કપ 2026 ની તૈયારી માટે એશિયા કપ 2025 T20 ફોર્મેટમાં રમાશે. ટુર્નામેન્ટની છેલ્લી સીઝનમાં, 6 ટીમો ટકરાઈ હતી, જ્યારે આ વખતે 8 દેશો ટાઇટલ માટે લડતા જોવા મળશે.

ભારતીય ટીમ ઉપરાંત, આમાં પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, યુએઈ, ઓમાન અને હોંગકોંગનો સમાવેશ થાય છે. યુએઈ, ઓમાન અને હોંગકોંગની પસંદગી એસીસી પ્રીમિયર કપમાં તેમના પ્રદર્શનના આધારે કરવામાં આવી છે. ભારતીય ટીમ એશિયા કપમાં સૌથી સફળ ટીમ છે. ટીમે આ ટુર્નામેન્ટનો ખિતાબ 8 વખત જીત્યો છે. 

એશિયા કપ વિજેતા ટીમ

વર્ષ 1984: ભારતીય ટીમ

વર્ષ 1986: શ્રીલંકન ટીમ

વર્ષ 1988: ભારતીય ટીમ

1990-91: ભારતીય ટીમ

વર્ષ 1995: ભારતીય ટીમ

વર્ષ 1997: શ્રીલંકન ટીમ

વર્ષ 2000: પાકિસ્તાન ટીમ

વર્ષ 2004: શ્રીલંકા ટીમ

વર્ષ 2008: શ્રીલંકા ટીમ

વર્ષ 2010: ભારતીય ટીમ

વર્ષ 2012: પાકિસ્તાન ટીમ

વર્ષ 2014: શ્રીલંકા ટીમ

વર્ષ 2016: ભારતીય ટીમ

વર્ષ 2018: ભારતીય ટીમ

વર્ષ 2022: શ્રીલંકા ટીમ

વર્ષ 2023: ભારતીય ટીમ

(7:26 PM IST)