<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

જો કોઈ ૯૦ રને અને બીજો ૮૫ રને રમતો હોય તો શું તે સદીનો હકદાર નથી?: સ્‍ટોક્‍સ ઉપર ગૌતમ ગંભીર ભડક્‍યા

જો તમારી સાથે આવું થયું હોત તો શું તે હેન્‍ડશેક કરત?

નવી દિલ્‍હીઃ હેન્‍ડશેક વિવાદ મામલે બેન સ્‍ટોક્‍સ પર ભારતીય ટીમના મુખ્‍ય કોચ ગૌતમ ગંભીર ભડક્‍યા હતા. તેમણે કહ્યું કે, જો તમારી સાથે આવું થયું હોત તો શું તે હેન્‍ડશેક કરત?

ઈંગ્‍લેન્‍ડ ટીમના કેપ્‍ટન બેન સ્‍ટોક્‍સ અંગે ભારતીય ટીમના મુખ્‍ય કોચ ગૌતમ ગંભીરે કહ્યું, જો કોઈ ૯૦ રન પર રમી રહ્યું હોય અને બીજો ૮૫ રન પર તો શું તે સદીનો હકદાર નથી? શું તે મેદાન છોડી દેશે?

જો ઈંગ્‍લેન્‍ડનો કોઈ બેટર ૯૦ કે ૮૫ રન પર રમી રહ્યો હોય જો કોઈને તેની પહેલી ટેસ્‍ટ સદી ફટકારવાની તક મળે, તો શું તમે તેને પૂર્ણ કરવા દેશો નહીં? જો તે આ રીતે રમવા માંગે છે, તો આ તેમના પર નિર્ભર છે. મારી પાસે આનાથી વધુ કંઈ કહેવાનું નથી.

(3:28 PM IST)