<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

WTC પોઈન્‍ટ્‍સ ટેબલઃ ઈંગ્‍લેન્‍ડને લાગ્‍યો ૪૪૦ વોટનો ઝાટકો, ભારત પાસે અંગ્રેજોથી આગળ વધવાની તક બની

વર્લ્‍ડ ટેસ્‍ટ ચેમ્‍પિયનશિપ પોઈન્‍ટ્‍સ ટેબલમાં ઈંગ્‍લેન્‍ડને મેચ ડ્રો થવાથી ઝાટકો મળ્‍યો, તેનું ટોપ-૨માં પહોંચવાનું સપનું તૂટયું, ભારત પાસે અંતિમ ટેસ્‍ટ જીતીને કરામત કરવાની તક

નવી દિલ્‍હીઃ એન્‍ડરસન તેન્‍ડુલકર ટ્રોફીની ચોથી અને માન્‍ચેસ્‍ટર ટેસ્‍ટ ડ્રો થતાં વર્લ્‍ડ ટેસ્‍ટ ચેમ્‍પિયનશિપ  પોઈન્‍ટ્‍સ ટેબલમાં કોઈ મોટો ફેરફાર થયો નથી, પરંતુ આ મેચ ડ્રો થતાં ઈંગ્‍લેન્‍ડને એક આંચકો લાગ્‍યો છે. ઈંગ્‍લેન્‍ડ પાસે આ મેચ જીતીને ટોપ-૨માં સ્‍થાન મેળવવાની તક હતી, પરંતુ ભારતીય ટીમે બીજા દાવમાં શાનદાર બેટિગ કરીને મેચને ડ્રોમાં પરિણમિત કરી છે.

વર્લ્‍ડ ટેસ્‍ટ ચેમ્‍પિયનશીપના પોઈન્‍ટ્‍સ ટેબલ પર નજર કરીએ તો ઈંગ્‍લેન્‍ડ આ મેચ જીતીને ટોપ-૨માં સ્‍થાન મેળવશે તેવી સંભાવનાઓ મેચની મધ્‍યમાં ઉભી થઈ હતી પરંતુ મે ડ્રો થતાં ઈંગ્‍લેન્‍ડને આંચકો લાગ્‍યો છે, બન્ને ટીમોની સ્‍થિતિ જેમની તેમ રહી છે. પોઈન્‍ટ્‍સ ટેબલમાં હાલ ઈંગ્‍લેન્‍ડ ટોપ પર છે, જ્‍યારે શ્રીલંકા આ લિસ્‍ટમાં બીજા નંબર પર છે. ઓસ્‍ટ્રેલિયા ૨૦૨૫ની ચેમ્‍પિયન્‍સ ટ્રોફીમાં રનરઅપ રહ્યું છે, અને ફરી તે ફાઈનલ રમવા માટે ઉત્‍સુક હોય તેમ ટોપ પર યથાવત છે. 

વર્લ્‍ડ ટેસ્‍ટ ચેમ્‍પિયનશિપમાં મેચ જીતનારી ટીમને ૧૨ પોઈન્‍ટ્‍સ મળે છે અને મેચ ડ્રો રહે તો બન્ને ટીમમાં ૪-૪ પોઈન્‍ટ્‍સની વહેંચણી કરવામાં આવે છે, આવી સ્‍થિતિમાં ભારત અને ઈંગ્‍લેન્‍ડને માન્‍ચેસ્‍ટર ટેસ્‍ટ ડ્રો રહેતા ૪-૪ પોઈન્‍ટ્‍સ મળી ગયા છે. જોકે, પોઈન્‍ટ્‍સ ટેબલમાં ઈંગ્‍લેન્‍ડ ભારત કરતા આગળ છે. બન્ને દેશો વચ્‍ચે ચાલતી સીરિઝમાં ઈંગ્‍લેન્‍ડ ૨-૧થી આગળ છે જેના કારણે તે પોઈન્‍ટ્‍સ ટેબલમાં પણ ભારતથી આગળ છે.

(3:40 PM IST)