તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Sunday, 3rd August 2025
રવીન્દ્ર જાડેજાએ ગાવસ્કર-વિરાટ સહિત અનેક દિગ્ગજોના રેકોર્ડ તોડ્યા
એક સીરીઝમાં ૬ અડધી સદી ફટકારીઃ વિદેશમાં છઠ્ઠાથી નીચેના નંબરે રન બનાવવાના મામલે ત્રીજા નંબરે

લંડનઃ માન્ચેસ્ટરમાં વોશિંગ્ટન સુંદર સાથે સદી ફટકારનાર અને ચોથી ટેસ્ટ ડ્રો કરનાર ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું ઓવલ ટેસ્ટના બીજા દાવમાં પ્રદર્શન ધમાકેદાર રહ્યું હતું. પહેલી ઇનિંગમાં 9 રન બનાવનાર રવિન્દ્ર જાડેજાએ બીજી ઇનિંગમાં અડધી સદી ફટકારી હતી. જાડેજાએ 68.83 ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી અને 77 બોલમાં 53 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં ભારતીય ઓલરાઉન્ડરે 5 ચોગ્ગા પણ ફટકાર્યા હતા.
અડધી સદી ફટકારીને જાડેજાએ સુનીલ ગાવસ્કર, વિરાટ કોહલી અને ઋષભ પંતનો રેકોર્ડ તોડી નાખ્યો છે. તે હવે ઇંગ્લેન્ડમાં એક શ્રેણીમાં સૌથી વધુ 50+ સ્કોર બનાવનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેણે આ શ્રેણીમાં 6 વખત આ સિદ્ધિ મેળવી હતી. અગાઉ ગાવસ્કર, કોહલી અને પંતે 5-5 વખત આ સિદ્ધિ મેળવી હતી.
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
