<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd August 2025

ઓવલમાં ઐતિહાસિક ક્ષણ :લિટલ માસ્ટર ગાવસ્કરે કેપ્ટ્ન શુભમન ગિલને આપી ખાસ કેપ અને ટીશર્ટ

પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે રમત સમાપ્ત થયા બાદ વર્તમાન ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલને તેમના એક વિશેષ હસ્તાક્ષર કેપ ભેટ કરી.

ઓવલ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતે ઇંગ્લેન્ડ સામે 374 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો. જ્યાં મેદાન પર ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું, ત્યાં મેદાનની બહાર પણ એક ભાવુક અને ઐતિહાસિક ક્ષણ જોવા મળી જ્યારે બે પેઢીઓ વચ્ચે સન્માનનું આદાન-પ્રદાન થયું.

ભારતના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે રમત સમાપ્ત થયા બાદ વર્તમાન ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલને તેમના એક વિશેષ હસ્તાક્ષર કેપ ભેટ કરી. આ સાથે તેમણે ગિલને SG બ્રાન્ડની એક ખાસ ટી-શર્ટ પણ આપી અને સિરીઝના બાકીના ભાગ માટે શુભેચ્છાઓ પાઠવી. ગાવસ્કરે ગિલને કહ્યું કે હું કોમેન્ટ્રી બોક્સમાંથી તમારું સમર્થન કરીશ. તે જ જેકેટ પહેરીને જે મેં 2021 માં ગાબામાં ભારતની ઐતિહાસિક જીત દરમિયાન પહેર્યું હતું.

ભારતની બીજી ઇનિંગ્સમાં યશસ્વી જયસ્વાલે એક શાનદાર સદી ફટકારી. જ્યારે આકાશ દીપે આક્રમક બેટિંગથી બધાને ચોંકાવી દીધા અને ઇંગ્લિશ બોલરો પર દબાણ બનાવી દીધું. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે પણ ઉપયોગી યોગદાન આપ્યું, જેનાથી ભારતની લીડ 370+ રન પાર પહોંચી ગઈ. બોલિંગમાં મોહમ્મદ સિરાજે ફરી એકવાર કમાલ કરી અને દિવસનો ખેલ પૂરો થતાં પહેલાં જેક ક્રોલીને તેજ યોર્કરથી આઉટ કરી ભારતને મોટી સફળતા અપાવી.

(7:51 PM IST)