તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 5th August 2025
સીરિઝમાં સૌથી વધુ અને વિદેશની ધરતી પર ૧૦૦ વિકેટ પૂરી કરી ઇતિહાસ રચ્યો
ઓવલમાં સિરાજનો સિક્કો ચાલ્યો

નવી દિલ્હીઃ ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે તેની ટેસ્ટ કારકિર્દીમાં અનેક મોટી સિદ્ધિ નોંધાવી છે. તેણે લંડનના કેનિગ્ટન ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઇંગ્લેન્ડ સામે ૧૦૦ વિકેટ ઝડપી ભારતનો ૭મો ફાસ્ટ બોલર બન્યો છે. સિરાજે પાંચ મેચની ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપી હતી.
મોહમ્મદ સિરાજે ઘરઆંગણે ટેસ્ટ ક્રિકેટમાં જેક ક્રાઉલીની વિકેટ લઈને વિકેટનો શતક પૂર્ણ કર્યો હતો. ૨૭મી ટેસ્ટમાં તેણે ૧૦૦ વિકેટની સિધ્ધિ હાંસલ કરી હતી. આ સાથે તે કપિલ દેવ, જવાગલ શ્રીનાથ, ઝહીર ખાન, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ બાદ વિદેશી ધરતી પર ૧૦૦થી વધુ વિકેટ લેનાર ૭મો ભારતીય ફાસ્ટ બોલર બન્યો છે. સિરાજે ભારતની બહાર ટેસ્ટ મેચોમાં સારું પ્રદર્શન કર્યું છે. ડિસેમ્બર ૨૦૨૦માં ઓસ્ટ્રેલિયા સામે ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યા બાદ સિરાજે ઓસ્ટ્રેલિયામાં ૮ ટેસ્ટ રમી છે અને ૩૩ બેટ્સમેનોને આઉટ કર્યા છે. ઇંગ્લેન્ડમાં, તેણે ૧૧ ટેસ્ટમાં ૪૨ વિકેટ અને દક્ષિણ આફ્રિકામાં ચાર મેચમાં ૧૨ વિકેટ લીધી હતી.
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
