તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th August 2025
હવે ખેલાડીઓ પોતાની ઈચ્છા મુજબ મેચ પસંદ નહી કરી શકેઃ BCCI લાગુ કરશે નવો નિયમ
વર્કલોડનું બહાનુ કાઢી સિરીઝ નહી રમવાનો નિર્ણય નહી લઈ શકે

નવી દિલ્હીઃ ગૌતમ ગંભીર જ્યારથી કોચ બન્યા છે, ત્યારેથી તેઓ ટીમમાં સ્ટાર કલ્ચરનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે એવા અહેવાલ સામે આવ્યા છે કે, બીસીસીઆઈ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે નવો નિયમ લાવી શકે છે.
સમાચાર એજન્સી પીટીઆઈના રિપોર્ટ મુજબ બીસીસીઆઈ હવે ખેલાડીઓ પોતાની ઈચ્છા મુજબ મેચ પસંદ ન કરી શકે, તેવો નિયમ લાવી શકે છે અને આ મામલે પસંદગી સમિતિ, મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને ટીમ મેનેજમેન્ટના અન્ય અધિકારીઓ પણ એકમત થયા છે. ઘણી વખત ખેલાડીઓ વર્કલોડનું કહી શ્રેણીમાં ન રમવાનો નિર્ણય લે છે. રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે, નવા નિયમ મુદ્દે ચર્ચા શરૂ કરી દેવાઈ છે અને ટૂંક સમયમાં ખેલાડીઓને સંદેશ મોકલવામાં આવશે.
રિપોર્ટ મુજબ આ નિયમ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સામેલ ખેલાડીઓને લાગુ પડી શકે છે. ખેલાડીઓને કડક સંદેશો આપવામાં આવશે કે, હવે તેઓ મન મરજીથી મેચ પસંદ કરવાના કલ્ચરને સહન નહીં કરે. તેનો અર્થ એ છે કે, હવે વર્કલોડની વાત સંપૂર્ણ દૂર થઈ જશે, પરંતુ ભવિષ્યમાં ફેક્ટ્સ અને વર્તમાન સ્થિતિ મુજબ નિર્ણય લેવાશે. એ વાત સ્પષ્ટ છે કે, ઝડપી બોલરોને વર્કલોડ મેનેજમેન્ટ કરવાની જરૂર પડે છે, પરંતુ તેનો ફાયદો ઉઠાવવો સહન કરવામાં આવશે નહીં. આ પહેલા બોર્ડે ક્રિકેટરોના પરિવારના સભ્યો પર પણ પ્રતિબંધ લગાવ્યો હતો.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
