<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

ઓવલ ટેસ્‍ટમાં જીતમાં ગુજરાતના આ પાંચ ક્રિકેટરોનો સિંહફાળોઃ ઈતિહાસ આલેખાયો

 

નવી દિલ્‍હીઃ ઓવલ ટેસ્‍ટમાં ટીમ ઈન્‍ડિયાએ ૬ રનથી જીત મેળવી છે. પરંતુ તેમની આ જીત પર ઇતિહાસ લખાશે. ક્રિકેટ નિષ્‍ણાતો ઓવલ ટેસ્‍ટની આ જીતને ભારતની સૌથી મોટી જીતી તરીકે ગણી રહ્યા છે અને એ સાચું પણ છે. પરંતુ, શું તમે જાણો છો કે ઓવલ ટેસ્‍ટની જીત હાંસલ કરવામાં કોનો ફાળો વધારે રહ્યો છે? લોકો આ જીતનો શ્રેય ગુજરાતના આ પાંચ 'પાંડવ'ને આપી રહ્યા છે. ચાલો જાણીએ કોણ છે ગુજરાતના આ પાંડવ?

કેપ્‍ટન શુભમન ગિલઃ ગુજરાતના કહેવાતા 'પાંડવ'માં પ્રથમ છે ટીમ ઈન્‍ડિયાના કેપ્‍ટન શુભમન ગિલ. તે ટીમ ઈન્‍ડિયાના ટેસ્‍ટ કેપ્‍ટન અને આઈપીએલમાં ગુજરાત ટાઈટન્‍સના કમાન્‍ડર રહ્યા છે. ઇંગ્‍લેન્‍ડ સામે ઓવલ ટેસ્‍ટમાં શુભમન ગિલે જે રીતે ટીમને હેન્‍ડલ કરી છે ખરેખર પ્રશંસનીય છે.  ઓવલ ટેસ્‍ટમાં, બેટથી તેમના યોગદાન એટલું ખાસ ન હતું. પરંતુ, પૂરી સીરિઝની વાત કરીએ તો ૭૫૪ રન સાથે તેઓ સીરિઝના શ્રેષ્ઠ બેટ્‍સમેન રહ્યા છે. તેમના આ જ પરફોર્મન્‍સ માટે તેમને ટેસ્‍ટ પછી પ્‍લેયર ઓફ ધ સીરિઝ તરીકે પસંદ કરવામાં આવ્‍યા.

મોહમ્‍મદ સિરાજઃ મોહમ્‍મદ સિરાજ ઓવલ ટેસ્‍ટમાં ટીમ ઈન્‍ડિયાની જીતના ખરા નાયક રહ્યા છે. તેમણે ટોટલ ૯ વિકેટ લીધી હતી. સિરાજની બોલિગએ ટીમને વધુ વિકેટ મેળવીને સપોર્ટ કર્યો હતો.

પ્રસિધ્‍ધ કૃષ્‍ણાઃ પ્રસિધ્‍ધ કૃષ્‍ણા ઓવલ ટેસ્‍ટમાં ભારતની જીતના બીજા હીરો રહ્યા છે અને તે પણ આઈપીએલમાં ગુજરાત ટાઈટન્‍સનો ભાગ રહ્યા છે. ઓવલ ટેસ્‍ટમાં પ્રસિધ્‍ધ કૃષ્‍ણાએ ટોટલ ૮ વિકેટ લીધી હતી.

વોશિગ્‍ટન સુંદરઃ ઓવલ ટેસ્‍ટમાં ઈંગ્‍લેન્‍ડ સામે રેકોર્ડ ટારગેટ સેટ કરવામાં વોશિગટન સુંદરનું મોટું યોગદાન રહ્યું છે. આઈપીએલમાં વોશિગ્‍ટન સુંદર પણ ગુજરાત ટાઈટન્‍સનો ભાગ હતાં.

સાઈ સુદર્શનઃ ગુજરાતના પાંચમાં 'પાંડવ' સાઈ સુદર્શન છે. તે ઓવલ ટેસ્‍ટમાંમાં રમ્‍યા ન હતા, પરંતુ ઈંગ્‍લેન્‍ડ સામે આ ટેસ્‍ટ સીરિઝમાં તેમના નામે પણ એક અર્ધશતક છે

(2:57 PM IST)