<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

દુલીપ ટ્રોફી: શુભમન ગિલને ઉત્તર ઝોન ટીમની સોંપાઈ કમાન

નવી દિલ્હી: શુભમન ગિલની કમાન હેઠળ, ભારતે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી 2-2 થી પૂર્ણ કરી. હવે ગિલને આગામી દુલીપ ટ્રોફી માટે ઉત્તર ઝોન ટીમની કમાન સોંપવામાં આવી છે. આ ટુર્નામેન્ટ 28 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. શુભમન ગિલે ઇંગ્લેન્ડ પ્રવાસ પર પાંચ મેચમાં 65.57 ની સરેરાશથી 754 રન બનાવ્યા હતા. તેના ઉત્તમ પ્રદર્શનને કારણે, તેને 'પ્લેયર ઓફ ધ સિરીઝ'નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો.શુભમન ગિલ ઉપરાંત, આ 15 સભ્યોની ટીમમાં અર્શદીપ સિંહ, અંશુલ કંબોજ અને હર્ષિત રાણાનો સમાવેશ થાય છે.અંશુલ કંબોજે માન્ચેસ્ટરમાં ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પદાર્પણ કર્યું હતું. રાણાએ ઇંગ્લેન્ડ લાયન્સ સામે ઇન્ડિયા 'એ' માટે રમ્યો હતો, પરંતુ અર્શદીપને ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં રમવાની તક મળી શકી ન હતી.ગુરુવારે, ઝોનલ પસંદગી સમિતિએ જાહેરાત કરી હતી કે જો દુલીપ ટ્રોફી સાથે યોજાનારી મેચો માટે ગિલ, અર્શદીપ અને રાણામાંથી કોઈની ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવે છે, તો સર્વિસિસના શુભમ રોહિલા, પંજાબના ગુર્નૂર બ્રાર અને હરિયાણાના અનુજ ઠકરાલને મુખ્ય ટીમમાં સામેલ કરવામાં આવશે. ટીમ ઈન્ડિયા 9-28 સપ્ટેમ્બર દરમિયાન T20 એશિયા કપ રમશે.

(6:11 PM IST)