તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th August 2025
IPLમાં ચમક્યા બાદ 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને BCCIનો અચાનક ફોન: શું સિનિયર ટીમમાં પ્રવેશ મળશે?
વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજોની નિવૃત્તિ બાદ તેમના સ્થાનની ભરપાઈ કરવા માટે વૈભવ જેવા યુવા પ્રતિભાઓને કરવામાં આવી રહ્યા છે તૈયાર

નવી દિલ્હી: ક્રિકેટ જગતમાં ઉભરતા સ્ટાર અને IPL 2025માં પોતાના શાનદાર પ્રદર્શનથી ચર્ચામાં આવેલા 14 વર્ષીય યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા અચાનક ફોન આવ્યો છે. આ ફોન બાદ તે તાત્કાલિક 10 ઑગસ્ટે બેંગલુરુની નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) પહોંચ્યો છે, જ્યાં તે એક ખાસ ટ્રેનિંગ પ્રોગ્રામમાં ભાગ લઈ રહ્યો છે.
માયખેલના અહેવાલ મુજબ, આ તાલીમ કાર્યક્રમમાં વૈભવને મેચ દરમિયાનની તકનીકી પ્રેક્ટિસ અને ખાસ પરિસ્થિતિઓનો સામનો કરવા વિશે માહિતી આપવામાં આવશે.
વૈભવના બાળપણના કોચ મનીષ ઓઝાએ જણાવ્યું કે BCCI ભવિષ્યને ધ્યાનમાં રાખીને યુવા ખેલાડીઓને તૈયાર કરી રહ્યું છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ ખેલાડીઓની નિવૃત્તિ બાદ તેમના સ્થાનની ભરપાઈ કરવા માટે વૈભવ જેવા યુવા પ્રતિભાઓને તૈયાર કરવામાં આવી રહ્યા છે.
આ તાલીમ ખાસ કરીને આગામી ઑસ્ટ્રેલિયા પ્રવાસ અને તે પછીના સમય માટે છે.
IPL બાદ, વૈભવે ભારતના અંડર-19 ઇંગ્લેન્ડ પ્રવાસ પર પણ તમામ ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે
: કોચ મનીષ ઓઝાએ જણાવ્યું કે વૈભવની ખાસિયત તેની આક્રમક બેટિંગ છે, જે T20 અને ODI માટે ખૂબ જ સકારાત્મક છે.
આ તાલીમનો મુખ્ય હેતુ લાંબા ફોર્મેટમાં તેની સાતત્યતા વધારવાનો છે, જેથી તે 10 ઇનિંગ્સમાંથી 7-8 ઇનિંગ્સમાં પ્રભાવશાળી પ્રદર્શન કરી શકે.
વૈભવ સૂર્યવંશી લગભગ એક અઠવાડિયા સુધી બેંગલુરુમાં તાલીમ લીધા બાદ આગામી મેચ માટે ભારતના અંડર-19 કેમ્પમાં જોડાશે. BCCIનો આ નિર્ણય દર્શાવે છે કે બોર્ડ યુવા ખેલાડીઓની પ્રતિભાને વહેલી તકે ઓળખીને તેમને આંતરરાષ્ટ્રીય સ્તર માટે તૈયાર કરી રહ્યું છે.
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
