<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

સચિન તેંડુલકરના પુત્ર અર્જુનની જાણીતા ઉદ્યોગપતિ રવિ ઘાઈની પૌત્રી સાનિયા ચંદોક સાથે સગાઈ

દિગ્ગજ ક્રિકેટ ખેલાડી સચિન તેંડુલકરના પુત્ર અને યુવા ક્રિકેટર અર્જુન તેંડુલકરની મુંબઈના જાણીતા ઉદ્યોગપતિ રવિ ઘાઈની પૌત્રી સાનિયા ચંદોક સાથે સગાઈ થઈ હોવાના અહેવાલો મળે છે. 

એક ખાનગી સમારંભમાં માત્ર નજીકના પરિવારજનો અને મિત્રો જ હાજર રહ્યા હતા. જોકે, આ અંગે બંને પરિવારો તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

રવિ ઘાઈનો પરિવાર હોસ્પિટાલિટી અને ફૂડ સેક્ટરમાં ખૂબ જ પ્રખ્યાત છે. તેમનો પરિવાર ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટલ અને બ્રુકલિન ક્રીમરી આઈસ્ક્રીમ બ્રાન્ડની માલિકી ધરાવે છે.  

 

ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર પણ અર્જુનની છેલ્લી સ્ટોરી બોલિંગ પ્રેક્ટિસની હતી, જ્યારે તેની છેલ્લી પોસ્ટ તેની બહેન સારા સાથે રક્ષાબંધનની ઉજવણીની હતી.

(9:34 AM IST)