<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

'અંગ્રેજી મેડમની દેશી રમત': દિલ્હી પ્રીમિયર લીગની એન્કર ગ્રેસ હેડન હિન્દી બોલીને ક્રિકેટરોમાં છવાઈ ગઈ!

"મેરા નામ ગ્રેસ હૈ, કૈસે હો?" હિન્દી બોલતી 'અંગ્રેજી મેડમ': ગ્રેસ હેડને કરી ઋષભ પંતની પ્રસંશા: તેના આ નિવેદને ભારતીય ચાહકોમાં પણ તેનું સ્થાન બનાવ્યું વધુ મજબૂત

13 ઓગસ્ટ, 2025: દિલ્હી પ્રીમિયર લીગ (DPL) T20ની વર્તમાન સિઝનમાં ક્રિકેટ મેચો ઉપરાંત એક અનોખી એન્કર પણ ચર્ચાનો વિષય બની છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર મેથ્યુ હેડનની પુત્રી અને જાણીતી સ્પોર્ટ્સ પ્રેઝેન્ટર ગ્રેસ હેડન આ દિવસોમાં દિલ્હીમાં પોતાની સુંદરતા અને ક્રિકેટના જ્ઞાન ઉપરાંત, હિન્દી ભાષા પ્રત્યેના પ્રેમને કારણે પણ છવાઈ ગઈ છે.
 
ગ્રેસ હેડને અગાઉ IPL 2025માં પણ એન્કરિંગ કર્યું હતું અને હવે DPL 2025માં તેના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. તાજેતરમાં, એક વીડિયોમાં તે દિલ્હીના ફાસ્ટ બોલર ભગવાન સિંહનો ઇન્ટરવ્યુ લઈ રહી હતી. જ્યારે ભગવાન સિંહ અંગ્રેજી બોલવાથી અચકાતા હતા, ત્યારે ગ્રેસે પોતાની તૂટલી હિન્દીમાં કહ્યું, "મેરા નામ ગ્રેસ હૈ, કેમ છો?" આ સાંભળીને બોલર આરામદાયક થયો.

આગળ, ભગવાન સિંહે ગ્રેસને હિન્દીમાં ગાળ બોલવાનો પડકાર આપ્યો, જે ગ્રેસે મજાકમાં સ્વીકાર્યો અને પોતાના પ્રયાસોથી સૌને હસાવ્યા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના દેશી અંદાજની પ્રશંસા કરી રહ્યા છે.
 
એક અન્ય વીડિયોમાં, જ્યારે ગ્રેસને KL રાહુલ અને ઋષભ પંતમાંથી કયો ખેલાડી વધુ ગમે છે તેવું પૂછવામાં આવ્યું, ત્યારે તેણે તરત જ ઋષભ પંતનું નામ લીધું. ગ્રેસે પંતની પ્રશંસા કરતા કહ્યું કે, "મારા દિલમાં તેનું ખાસ સ્થાન છે. મને જે રીતે તે ઈજાગ્રસ્ત થયો અને પછી મેદાન પર પાછો ફર્યો તે ખૂબ જ ગમ્યું. પગમાં ગંભીર ઈજા હોવા છતાં, તેણે બેટિંગ કરીને ટીમ માટે અડધી સદી ફટકારી હતી."

આ ઘટનાક્રમ ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચમાં બન્યો હતો, જ્યારે ક્રિસ વોક્સનો બોલ વાગવાને કારણે પંતને ગંભીર ઈજા થઈ હતી. તેમ છતાં, તેણે હિંમત બતાવીને બેટિંગ ચાલુ રાખી હતી અને તે શ્રેણીમાં 68.43ની સરેરાશથી 469 રન બનાવ્યા હતા. ગ્રેસના આ નિવેદને ભારતીય ચાહકોમાં પણ તેનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું છે.

 

(3:49 PM IST)