<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th August 2025

એશિયા કપ ર૦રપ માટે પાકિસ્તાન ટીમમાંથી બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનનું નામ ગાયબ

એશિયા કપ અને ટ્રાઈ સીરિઝ માટે પાકિસ્તાનની 17 સભ્યોની ટીમઃ પાકિસ્તાની ટીમની કેપ્ટન્સી સલમાન અલી આગાના હાથમાં

મુંબઇઃએશિયા કપ 2025 માટે પાકિસ્તાની ક્રિકેટ ટીમનું એલાન થઈ ગયું છે. આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાની ટીમની કેપ્ટન્સી સલમાન અલી આગા કરશે. પણ આ સાથે પીસીબીએ ચોંકાવનારો નિર્ણય લેતા સ્ટાર ખેલાડીઓ બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનને 17 સભ્યોની પાકિસ્તાની ટીમમાં સ્થાન નથી આપ્યું.  અગાઉ પણ બાબર અને રિઝવાનને છેલ્લી કેટલીક T20 સીરિઝમાં તક નહોતી મળી. હવે તેમને એશિયા કપ માટે પણ બહાર કરી દેવાયા છે.
તમને જણાવી દઈએ કે, એશિયા કપ પહેલા પાકિસ્તાની ટીમે સંયુક્ત આરબ અમીરાત (UAE)ના શારજાહમાં ટ્રાઈ સીરિઝ પણ રમવાની છે, જેમાં અફઘાનિસ્તાન અને UAEની ટીમો પણ ભાગ લેશે. એશિયા કપ પાકિસ્તાનની એ જ ટીમ રમશે, જે ટ્રાઈ સીરિઝમાં રમવાની છે. ટ્રાઈ સીરિઝ થકી આ ત્રણેય ટીમ એશિયા કપ માટે મજબૂત તૈયારી કરવા માંગે છે.
સલમાન અલી આગા (કેપ્ટન), અબરાર અહેમદ, ફહીમ અશરફ, ફખર ઝમાન, હારિસ રઉફ, હસન અલી, હસન નવાઝ, હુસૈન તલત, ખુશદિલ શાહ, મોહમ્મદ હારિસ (વિકેટકીપર), મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ જુનિયર, સાહિબજાદા ફરહાન, સૈમ અયૂબ, સલમાન મિર્ઝા, શાહીન શાહ આફ્રિદી અને સુફિયાન મુકીમ.
આઠ ટીમોની આ એશિયા કપ ટુર્નામેન્ટ 9થી 28 સપ્ટેમ્બર દરમિયાન સંયુક્ત આરબ અમીરાતના અબુ ધાબી અને દુબઈમાં યોજાશે. આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાનને ભારત, ઓમાન અને UAE સાથે ગ્રૂપ Aમાં રાખવામાં આવ્યું છે. ગ્રૂપ Bમાં હોંગકોંગ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સામેલ છે.

(6:43 PM IST)