તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Sunday, 17th August 2025
કેપ્ટન સૂર્યકુમાર યાદવ હવે ફિટ
એશિયા કપમાં દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સંયુક્ત આરબ અમીરાત સામે ભારત પ્રથમ મેચ રમશે

નવી દિલ્હી, તા.૧૭ : એશિયા કપ ૨૦૨૫ ૯ સપ્ટેમ્બરથી શરૂ થવાનો છે અને તેની અંતિમ મેચ ૨૮ સપ્ટેમ્બરે રમાશે. આ વખતે એશિયા કપ સંયુક્ત આરબ અમીરાત (UAE)ના બે શહેરો અબુ ધાબી અને દુબઈમાં યોજાવાનો છે. એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત ૧૯ ઓગસ્ટે થઈ શકે છે, જેના પર બધાની નજર ટકેલી છે.
એશિયા કપ પહેલા ભારતીય ટીમને મોટી રાહત મળી છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવ ફિટ થઈ ગયો છે અને તેઓ ટીમ ઈન્ડિયાની કમાન સંભાળવા માટે તૈયાર છે. સૂર્યકુમાર યાદવ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે રિહેબ કરી રહ્યા હતા, જ્યાં તેણે ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો છે. સૂર્યકુમાર હવે એશિયા કપ માટે મુંબઈમાં યોજાનારી પસંદગી સમિતિની બેઠકમાં ભાગ લેશે.
તમને જણાવી દઈએ કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ૨૦૨૫ના અંત પછી સૂર્યકુમાર યાદવે જર્મનીમાં સ્પોર્ટ્સ હર્નિયા સર્જરી કરાવી હતી.
આ કારણે તે થોડા સમય માટે મેદાનથી દૂર રહ્યો. સર્જરી પછી, સૂર્યકુમારે ચાહકો સાથે અપડેટ શેર કર્યું અને લખ્યું, સ્પોર્ટ્સ હર્નિયા સર્જરી સફળ રહી છે. હું હવે સ્વસ્થ થવાના માર્ગ પર છું અને ટૂંક સમયમાં મેદાનમાં પાછા ફરવા માટે આતુર છું.
એશિયા કપ ૨૦૨૫માં ભારતીય ટીમનું અભિયાન ૧૦ સપ્ટેમ્બરથી શરૂ થશે, દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સંયુક્ત આરબ અમીરાત સામે ભારત પ્રથમ મેચ રમશે. ત્યારબાદ ૧૪ સપ્ટેમ્બરે, ભારતીય ટીમ તે જ મેદાન પર કટ્ટર હરીફ પાકિસ્તાનનો સામનો કરશે. જ્યારે ૧૯ સપ્ટેમ્બરે ટીમ ઇન્ડિયા અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં ઓમાન સામે રમશે.
એશિયા કપમાં ભારતને પાકિસ્તાન, સંયુક્ત આરબ અમીરાત અને ઓમાન સાથે ગ્રુપ છમાં રાખવામાં આવ્યું છે. તો ગ્રુપ મ્માં હોંગકોંગ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની ટીમો છે. દરેક ગ્રુપમાંથી ટોરની ૨ ટીમો સુપર-ફોર તબક્કામાં પહોંચશે. આ પછી સુપર-ફોર તબક્કામાં ટોરની બે ટીમો વચ્ચે ટાઇટલ મેચ રમાશે.
(9:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
