<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

વર્લ્ડ કપ પહેલા ઇંગ્લેન્ડ કરશે શ્રીલંકાનો પ્રવાસ : ODI-T20 સિરીઝમાં કુલ 6 મેચ રમશે

નવી દિલ્હી: T20 વર્લ્ડ કપ 2026 માં ભારત અને શ્રીલંકાના યજમાનીમાં યોજાવાનો છે. વર્લ્ડ કપ પહેલા ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ શ્રીલંકાનો પ્રવાસ કરશે. ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ 3 T20 અને 3 ODI મેચની શ્રેણી માટે શ્રીલંકાનો પ્રવાસ કરશે. ODI શ્રેણી 22 થી 27 જાન્યુઆરી દરમિયાન રમાશે, જ્યારે T20 શ્રેણી 30 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી દરમિયાન રમાશે. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ કહ્યું કે શ્રીલંકા ક્રિકેટ (SLC) સમય આવશે ત્યારે મેચોના સ્થળની પુષ્ટિ કરશે. T20 વર્લ્ડ કપ 2026 પહેલા શ્રીલંકામાં રમાનારી ODI અને T20 શ્રેણી ઇંગ્લેન્ડ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. T20 વર્લ્ડ કપમાં શ્રીલંકામાં રમાયેલી શ્રેણીના અનુભવનો લાભ ઇંગ્લેન્ડને મળી શકે છે. સાત વર્ષ પહેલાં 2018માં ઇંગ્લેન્ડે ODI અને T20 શ્રેણી માટે શ્રીલંકાની મુલાકાત લીધી હતી. ત્યારબાદ ઇંગ્લેન્ડે ODI શ્રેણી 3-1થી જીતી હતી, જ્યારે 3 મેચની ODI શ્રેણી 1-1થી બરાબર રહી હતી. બંને ટીમો છેલ્લે 2022ના વર્લ્ડ કપ દરમિયાન T20 મેચમાં ટકરાઈ હતી, જેમાં ઇંગ્લેન્ડ વિજેતા રહ્યું હતું. ઇંગ્લેન્ડે 2010 અને 2022માં T20 વર્લ્ડ કપ જીત્યો છે. 2010માં, ઇંગ્લેન્ડે પોલ કોલિંગવુડની કેપ્ટનશીપમાં પહેલો T20 વર્લ્ડ કપ જીત્યો હતો, જ્યારે 2022માં જોસ બટલરની કેપ્ટનશીપમાં બીજો T20 વર્લ્ડ કપ જીત્યો હતો. 2024ના T20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડની સફર સેમિફાઇનલમાં ભારત સામે હાર સાથે સમાપ્ત થઈ હતી. નવા કેપ્ટન હેરી બ્રુક સાથે, ઇંગ્લેન્ડ તેનો ત્રીજો T20 વર્લ્ડ કપ જીતવાની વ્યૂહરચના પર કામ કરી રહ્યું છે.

(5:56 PM IST)