તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Monday, 25th August 2025
અંજલિ તેન્ડુલકરે વિરારમાં ૩૨ લાખ રૂપિયાનો ફલેટ ખરીદ્યો

મુંબઇ તા.૨૫: સચિન તેન્ડુલકરની પત્ની અંજલિ તેન્ડુલકરે વિરારની પેનિનસુલા હાઇટ્સમાં ત્રીજા માળે ૩૯૧ સ્ક્વેર ફુટનો ફલેટ ૩૨ લાખ રૂપિયામાં ખરીદ્યો છે. ૨૦૨૫ની ૩૦ મેએ એનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. અંજલિ તેન્ડુલકરે એ માટે ૧.૯૨ લાખની સ્ટેમ્પ ડ્યુટી અને ૩૦,૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશન ફી ભરી હતી. મહિલાઓ જો પ્રોપર્ટી ખરીદે તો તેમને સ્ટેમ્પ ડ્યુટીમાં એક ટકાનું ડિસ્કાઉન્ટ મળતું હોય છે. અંજલિ તેન્ડુલકરે પણ એ ડિસ્કાઉન્ટનો લાભ મેળવ્યો હતો. સચિન તેન્ડુલકર અને અંજલિ તેન્ડુલકર પાસે ઓલરેડી મુંબઈમાં અનેક પ્રાઇમ પ્રોપર્ટી છે તો તેમણે છેક વિરારમાં ફલેટ શા માટે લીધો એવી ચર્ચાએ મુંબઈગરાઓમાં જોર પકડ્યું છે.
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
