News of Thursday, 28th August 2025
એશીયા કપ પહેલા શુભમન ગીલને વાયરલ ફીવર
ભારતીય ટીમના વાઇસ-કેપ્ટનની તબિયત અચાનક બગડી

મુંબઇ, તા. ર૮ : એશિયા કપ ૨૦૨૫ પહેલા ભારતીય ટીમના વાઇસ-કેપ્ટન શુભમન ગિલની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ છે. મળતી માહિતી પ્રમાણે, શુભમન ગિલને વાયરલ ફીવર થયો છે. એશિયા કપ UAEમાં રમાશે અને ૯ સપ્ટેમ્બરથી ૨૮ સપ્ટેમ્બર દરમિયાન રમાશે. ભારતીય ટીમ પહેલી મેચ ૧૦ સપ્ટેમ્બરે UAE સામે રમાશે. આ પછી, ભારત ૧૪ સપ્ટેમ્બરે પાકિસ્તાન સાથે ટકરાશે. જોકે, એશિયા કપ પહેલા શુભમન ગિલ સ્વસ્થ થઈ જશે, એવું જાણવા મળ્યું છે.
વાયરલ થયા પછી શુભમન ગિલ દુલીપ ટ્રોફીથી બહાર થઈ ગયા છે. શુભમન ગિલને દલીપ ટ્રોફી માટે નોર્થ ઝોન ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા હતા, કેપ્ટન તરીકે તેમનું સ્થાન અંકિત કુમાર લેશે. માહિતી પ્રમાણે, હાલમાં શુભમન ગિલ સ્વસ્થ થઈ રહ્યા છે અને જલ્દી જ પ્રેક્ટિસ શરૂ કરી દેશે. તેમના બ્લડ રિપોર્ટમાં કોઈ મોટી સમસ્યા આવી નથી. (૯.ર૩)
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
