<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

વેસ્ટ ઈન્ડિઝ ખેલાડી પોલાર્ડ T20 માં ચમક્યો : 14,000 રન બનાવનાર બન્યો બીજો બેટ્સમેન

CPLમાં ટ્રિનબાગો નાઈટ રાઈડર્સ તરફથી રમી બનાવ્યો રેકોર્ડ : ગેલ T20માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે

મુંબઇ: વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ કેપ્ટન કિરોન પોલાર્ડને T20 ક્રિકેટનો મહાન ખેલાડી માનવામાં આવે છે. 38 વર્ષીય પોલાર્ડ આ CPLમાં ટ્રિનબાગો નાઈટ રાઈડર્સ તરફથી રમી રહ્યો છે. પોલાર્ડે શનિવારે બાર્બાડોસ સામેની મેચમાં પોતાના 14,000 T20 રન પૂરા કર્યા.પોલાર્ડ જ્યારે બાર્બાડોસ સામેની મેચમાં બેટિંગ કરવા આવ્યો ત્યારે T20માં 14,000 રન પૂરા કરવા માટે 19 રનની જરૂર હતી. પોલાર્ડે 9 બોલમાં 19 રન બનાવીને પોતાના 14,000 રન પૂરા કર્યા.પોલાર્ડ ક્રિસ ગેલ પછી T20 ક્રિકેટમાં 14,000 રન પૂરા કરનાર બીજો બેટ્સમેન છે.ક્રિસ ગેલે 2005 થી 2022 દરમિયાન રાષ્ટ્રીય ટીમ, સ્થાનિક ટીમ અને લીગ ક્રિકેટ માટે કુલ 463 મેચોની 455 ઇનિંગ્સમાં 14,562 રન બનાવ્યા હતા જેમાં 22 સદી અને 88 અડધી સદીનો સમાવેશ થાય છે. ગેલ T20માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે.પોલાર્ડે 2006 થી રાષ્ટ્રીય ટીમ અને વિશ્વભરની લીગમાં 712 મેચોની 633 ઇનિંગ્સમાં 14,000 રન બનાવ્યા છે, જેમાં 1 સદી અને 64 અડધી સદી ફટકારી છે. પોલાર્ડ 38 વર્ષનો છે અને લીગ ક્રિકેટમાં સક્રિય છે.શક્ય છે કે ટૂંક સમયમાં તે ગેલને પાછળ છોડી દેશે અને T20 ફોર્મેટમાં સૌથી સફળ બેટ્સમેન બનશે. પોલાર્ડે 332 વિકેટ પણ લીધી છે. પોલાર્ડ એકમાત્ર ક્રિકેટર છે જેણે 14,000 રન બનાવ્યા છે અને 300 વિકેટ લીધી છે.પોલાર્ડ T20 માં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોમાં 26મા ક્રમે છે.પોલાર્ડ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને IPL માંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. આ ઉપરાંત, તે હજુ પણ વિશ્વની તમામ લીગમાં સક્રિય છે. IPL માં, તે મુંબઈ ઇન્ડિયન્સ સાથે બેટિંગ કોચ તરીકે સંકળાયેલો છે.તેણે વેસ્ટ ઈન્ડિઝ માટે ૧૦૧ ટી-૨૦ મેચોમાં ૧,૫૬૯ રન બનાવ્યા છે અને ૪૨ વિકેટ લીધી છે, જેમાં ૬ અડધી સદી ફટકારી છે.

(5:57 PM IST)