News of Saturday, 6th September 2025
સોમવારથી એશિયા કપઃ ભારત ફેવરીટઃ ચેમ્પિયન ટીમને મળશે ૨.૬૬ કરોડ
લાંબા સમયના વિરામ બાદ ફરી ક્રિકેટની મોસમ શરૂઃ ૨૮મી સપ્ટેમ્બરના રોજ રમાશે ફાઇનલ મેચ

નવી દિલ્હીઃ એશિયા કપ ૨૦૨૫ની શરુઆત ૯ સપ્ટેમ્બરથી થવા જઈ રહી છે અને તેની ફાઇનલ મેચ ૨૮ સપ્ટેમ્બરે રમાશે. આ એશિયામાં યોજાનારી સૌથી મોટી ટુર્નામેન્ટમાંની એક છે. આ વખતે એશિયન ક્રિકેટ કાઉન્સિલે એશિયા કપ જીતનાર ટીમ માટે ઇનામી રકમમાં પણ વધારો કર્યો છે. આ ઇનામી રકમ હજારો કે લાખોમાં નહીં પરંતુ પૂરા એક કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવી રહ્યો છે.
આ વખતે એશિયા કપ ટી૨૦ ફોર્મેટમાં યોજાવા જઈ રહ્યો છે. છેલ્લી વખત ૨૦૨૨માં એશિયા કપ ટી ૨૦ ફોર્મેટમાં રમાયો હતો, ત્યારે શ્રીલંકાએ આ ટુર્નામેન્ટ જીતી હતી અને તે સમયે બે લાખ યુએસ ડોલરની ઇનામી રકમ આપવામાં આવી હતી, જે ભારતીય ચલણમાં રૂપાંતરિત થાય ત્યારે ૧.૬ કરોડ રૂપિયા જેટલી થાય છે. આ વખતે એશિયા કપ ૨૦૨૫માં વિજેતાને ત્રણ લાખ યુએસ ડોલરની ઇનામી રકમ આપવામાં આવશે, જે ભારતીય ચલણમાં ૨.૬ કરોડ રૂપિયા જેટલી થાય છે.
સૂર્યકુમાર યાદવના કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા એશિયા કપમાં રમશે. ભારતને ગ્રુપ એમાં રાખવામાં આવ્યું છે, જેમાં પાકિસ્તાન, ઓમાન અને સંયુક્ત આરબ અમીરાત (યુએઇ) પણ સામેલ છે. ટીમ ઈન્ડિયા એશિયા કપમાં તેનો પહેલો મેચ ૧૦ સપ્ટેમ્બરે શ્ખ્ચ્ સામે રમશે. આ પછી, બીજી મેચ ૧૪ સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. ગ્રુપ સ્ટેજની ભારતની ત્રીજી મેચ ૧૯ સપ્ટેમ્બરે ઓમાન સામે થશે.
એશિયા કપની બધી લીગ મેચો પછી, બંને ગ્રુપમાંથી ૨-૨ ટીમો સુપર-૪ માં જશે. ત્યાં આ ચાર ટીમો એકબીજા સાથે મેચ રમશે. સુપર-૪ માંથી બે ટીમો ફાઇનલમાં પહોંચશે.
સૂર્યકુમાર યાદવના કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા એશિયા કપમાં રમશે. ભારતને ગ્રુપ એમાં રાખવામાં આવ્યું છે, જેમાં પાકિસ્તાન, ઓમાન અને સંયુક્ત આરબ અમીરાત (યુએઇ) પણ સામેલ છે. ટીમ ઈન્ડિયા એશિયા કપમાં તેનો પહેલો મેચ ૧૦ સપ્ટેમ્બરે યુએઇ સામે રમશે. આ પછી, બીજી મેચ ૧૪ સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. ગ્રુપ સ્ટેજની ભારતની ત્રીજી મેચ ૧૯ સપ્ટેમ્બરે ઓમાન સામે થશે.
એશિયા કપની બધી લીગ મેચો પછી, બંને ગ્રુપમાંથી ૨-૨ ટીમો સુપર-૪ માં જશે. ત્યાં આ ચાર ટીમો એકબીજા સાથે મેચ રમશે. સુપર-૪ માંથી બે ટીમો ફાઇનલમાં પહોંચશે અને ૨૮ સપ્ટેમ્બરે આ એશિયા કપનો વિજેતા મળશે.
એશિયા કપ ૨૦૨૫ માટે ભારતીય ટીમનું નેતૃત્વ સૂર્યકુમાર યાદવ કરી રહ્યા છે. શુભમન ગિલને ઉપ-કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. ઘરેલુ ક્રિકેટ અને આઇપીએલમાં સારું પ્રદર્શન કરનારા ઘણા સ્ટાર ખેલાડીઓને પણ ટીમમાં તક મળી છે. આ ઉપરાંત, જસપ્રીત બુમરાહ જેવા સ્ટાર બોલરે પણ ટી૨૦ માં વાપસી કરી છે.(
(4:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
