<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

એશિયાકપનું લાઈવ પ્રસારણ SONY LIV પર થશે

ક્રિકેટના રસિયાઓને ઝટકોઃ ડિઝની +હોટસ્‍ટાર પર ઉપલબ્‍ધ નહી થાય

નવી દિલ્‍હી, તા.૯: એશિયા કપ ૨૦૨૫ શરૂ થાય તે પહેલાં, ભારતીય ક્રિકેટ ચાહકોને મોટો ઝટકો લાગ્‍યો છે. આ વખતે ટુર્નામેન્‍ટનું લાઈવ પ્રસારણ Disney + Hotstar પર ઉપલબ્‍ધ રહેશે નહીં. હવે સ્‍ટ્રીમિંગ પ્‍લેટફોર્મ બદલાઈ ગયું છે અને ચાહકોએ નવો રસ્‍તો શોધવો પડશે.

એશિયા કપ ૨૦૨૫નું લાઈવ સ્‍ટ્રીમિંગ SONY LIV પર થશે. હકીકતમાં, નવેમ્‍બર ૨૦૨૪ માં, સોની ઈન્‍ડિયાએ ૨૦૨૪-૨૦૩૧ સુધીની એશિયન ક્રિકેટ કાઉન્‍સિલની તમામ ટુર્નામેન્‍ટના પ્રસારણ અધિકારો ૧૭૦ મિલિયનમાં ખરીદ્યા હતા. આમાં પુરુષો અને મહિલાઓના એશિયા કપ, અંડર-૧૯ અને ઇર્મજિંગ ટીમ્‍સ એશિયા કપ બંનેની મેચોનો સમાવેશ થાય છે.

ટીવી પર પણ, એશિયા કપનું લાઈવ પ્રસારણ હવે સ્‍ટાર સ્‍પોર્ટ્‍સને બદલે સોની સ્‍પોર્ટ્‍સ નેટવર્કની બધી ચેનલો પર કરવામાં આવશે. આનો અર્થ એ છે કે ચાહકોએ મોબાઇલ, લેપટોપ અથવા ટીવી પર લાઈવ મેચ જોવા માટે નવી એપ ડાઉનલોડ કરવી પડશે.

ચાહકોએ સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્‍યક્‍ત કરી છે. ઘણા લોકો કહે છે કે તેમણે પહેલાથી જ હોટસ્‍ટારનું સબ્‍સ્‍ક્રાઇબ કર્યું છે અને હવે તેમને ફરીથી નવી એપના સબ્‍સ્‍ક્રિપ્‍શન માટે ચૂકવણી કરવી પડશે. તમારે જાણવું જોઈએ કે ટુર્નામેન્‍ટ ૯ સપ્‍ટેમ્‍બરથી શરૂ થઈ રહી છે. ઓપનિંગ મેચ અબુ ધાબીમાં અફઘાનિસ્‍તાન અને હોંગકોંગ વચ્‍ચે રમાશે.

ટીમ ઈન્‍ડિયા ૧૦ સપ્‍ટેમ્‍બરથી યુએઈ સામે એશિયા કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરવા જઈ રહી છે. આ પછી, આગામી મેચ ૧૪ સપ્‍ટેમ્‍બરે કટ્ટર હરીફ પાકિસ્‍તાન સામે થશે. લીગ સ્‍ટેજની છેલ્લી મેચ ૧૯ સપ્‍ટેમ્‍બરે ઓમાન સામે થશે. ટુર્નામેન્‍ટની ફાઇનલ ૨૮ સપ્‍ટેમ્‍બરે દુબઈમાં યોજાશે. (રર.૧૬)

(3:14 PM IST)