News of Thursday, 11th September 2025
યુએઆઈના આઠ બેટરો બે આંકડે પણ પહોંચી ન શક્યાઃ ભારતે માત્ર ૨૭ બોલમાં મેચ જીતી લીધી
કુલદીપ યાદવે ૪, શિવમ દુબેએ ૩ વિકેટ ખેરવી, અભિષેમ શર્માએ ૩૦રન ફટકાર્યા

નવી દિલ્હીઃ ભારતે યુએઈ સામે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. જેના જવાબમાં ભારતની ટીમનુ બોલીંગ પ્રદર્શન સારુ રહ્યું હતુ. યુએઈની ટીમ ૫૭ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ભારતે શાનદાર બેટીંગ કરી ૯ વિકેટે જીત મેળવી હતી.
ભારત તરફથી શાનદાર બેટીંગ કરતા અભિષેક શર્માએ ૩૦ રન ફટકાર્યા હતા. બાદમાં કેપ્ટન સુર્યાકુમાર યાદવે મેચ જીતાડી હતી. ભારતની એશિયા કપની સારી રહી હતી અને પ્રથમ મેચમાં ૯ વિકેટે જીત થઈ હતી.
આઠ બેટ્સમેન બે આંકડા સુધી પહોંચી શક્યા નહીં. જ્યારે જસપ્રીત બુમરાહએ અલીશાન શરાફુ (૨૨ રન) ને બોલ્ડ કર્યો. આ પછી, મોહમ્મદ ઝોહેબ (૨ રન) પણ વરુણ ચક્રવર્તીના બોલ પર ૨૯ રનના સ્કોર પર આઉટ થઈ ગયો. નવમી ઓવરમાં કુલદીપ યાદવે પોતાનો જાદુ બતાવ્યો અને તે જ ઓવરમાં ત્રણ વિકેટ લીધી. તેણે રાહુલ ચોપરા (૩), કેપ્ટન મોહમ્મદ વસીમ (૧૯) અને હર્ષિત કૌશિક (૨)ને પેવેલિયન મોકલી દીધા. આ પછી, UAE એ ૫૦ રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી. શિવમ દુબેએ ૫૧ રન પર આસિફ ખાન (૨) ને આઉટ કરીને છઠ્ઠો ફટકો આપ્યો. પછી ૫૨ રન પર, અક્ષર પટેલે સિમરનજીત સિંહ (૧)ને એલબીડબલ્યુ કરીને સાતમી વિકેટ લીધી.
શિવમ દુબેએ ધ્રુવ પરાશર (૧) અને જુનૈદ સિદ્દીકી (૨) ને પણ આઉટ કર્યા. કુલદીપ યાદવે છેલ્લો ફટકો આપ્યો, જ્યારે હૈદર અલી (૧) ને સંજુ સેમસન દ્વારા કેચ આઉટ કરવામાં આવ્યો. ભારત તરફથી કુલદીપ યાદવે સૌથી વધુ ૪ વિકેટ લીધી, જ્યારે શિવમ દુબેએ ૩ વિકેટ લીધી. જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તીને ૧-૧ સફળતા મળી. સમગ્ર યુએઈ ટીમ ખૂબ જ સસ્તા સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ અને સમગ્ર ઇનિંગ દરમિયાન ભારતીય બોલરોનું વર્ચસ્વ જોવા મળ્યું.
કુલદીપ યાદવે એક ઓવરમાં ૩ વિકેટ ઝડપી. ઇનિંગની નવમી ઓવર ફેંકવા આવેલા કુલદીપ યાદવે શ્ખ્ચ્ને ત્રણ ઝટકા આપ્યા. પહેલા તેણે રાહુલ ચોપરા (૦૩)ની વિકેટ લીધી. આ પછી, તેણે કેપ્ટન મોહમ્મદ વસીમને એલબીડબલ્યુ આઉટ કરાવ્યો, જે ૨૨ બોલમાં ૧૯ રન બનાવીને પાછો ફર્યો. આ ઓવરના છેલ્લા બોલ પર, હર્ષિત કૌશિકને બોલ્ડ કર્યો.(૪૦.૧૩)
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
